મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

સબમરીમાલા વિવાદ : દર્શન કરવા જઇ રહેલી મહિલાઓને બસમાંથી ખેંચી ઉતારી

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો અને વિરોધ થઇ રહ્યો છે

કોચી તા. ૧૬ : કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ લઇને વિવાદોએ જોર પકડ્યું છે. સબરીમાલામાં આવેલા અયપ્પામાં વાર્ષિક પૂજા શરૂ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં મહિલાઓ દર્શન માટે રવાના થઇ ગઇ હતી. પરંતુ વિરોધીઓએ બસોમાંથી મહિલાઓને ખેંચીને બહાર ઉતારી દીધી હતી.

માહિતી અનુસાર કેરળના સબરીમાલામાં મંદિરમાં દર્શન કરવા નીકળેલી મહિલાઓને બસમાંથી ખેંચીને બહાર ઉતારવામાં આવી હતી. ત્યા બસ કેમ્પથી મહિલાઓને ભગાડવામાં આવી રહી છે. ખાસ વાત તો એ છે કે પ્રદર્શનકારીઓએ મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષોથી ચાલી આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને આ ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે.(૨૧.૩૧)

(3:27 pm IST)