મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

PMના મનોમંથન બાદ પણ પેટ્રોલ - ડિઝલની કિંમતમાં થયો વધારો

પેટ્રોલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો જ્યારે ડિઝલની કિંમતમાં ૨૩ પૈસાનો વધારો જોવા મળ્યો છે

નવી દિલ્હી તા. ૧૬ : પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટ હવે પુરી થઇ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે આમ જનતા મળી રહેલો ફાયદો ધોવાઇ ગયો છે. મંગળવારે ફરી એકવખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જ વૈશ્વિક તેમજ સ્થાનિક ઓઇલ કંપનીના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. પેટ્રોલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો જયારે ડિઝલની કિંમતમાં ૨૩ પૈસાનો વધારો જોવા મળ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે પણ ૧૦ પૈસા જયારે ડીઝલના ભાવમાં ૨૪ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૭૯.૭૫ રૂપિયાએ પહોંચી ગયો છે, જયારે ડીઝલનો ભાવ ૭૯.૦૬ રૂપિયાએ પહોંચ્યો છે.

મહત્વનું છે કે સરકારે વેટ ઘટાડતા પાંચ રૂપિયાની રાહત આપી હતી. જોકે આ રાહત બેઅસર રહી છે.ફરીથી ભાવ વધી રહ્યો છે. જેના કારણે માત્ર ગણતરીના દિવસોમાં જ ૨ રૂપિયાનો વધારો થયો છે અને જો સતત ભાવ વધારો થતો રહ્યો તો ભાવ હતો ત્યાં જ પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે તેલની વધતી કિંમતને ધ્યાનમાં રાખતા નાણામંત્રી અરૂણ જેટલીએ ૪ ઓકટોબરે તેમની કિંમતમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કેટલાક રાજય સરકારે પણ અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો.(૨૧.૭)

(11:41 am IST)