મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

સરકારી લાપરવાહીઃ રોજ ૪૩૦૦૦ લોકો ખાય એટલું અનાજ સડી રહ્યું છેઃ પ. બંગાળમાં વધુ બર્બાદી

ખેતરથી ગોદામ સુધી પહોંચતા જ ૧૨.૬૪ કરોડ કવીન્ટલ અનાજ ખરાબ થઈ જાય છેઃ દેશમાં ૨૦ કરોડ લોકો ભૂખ્યા રહે છેઃ રોજ ૮૫૧ બાળકોને પુરતુ ભોજન નહિ મળતા મોતને ભેટે છે ત્યારે બગાડ અટકાવવો જરૂરી

ગોરખપુર, તા. ૧૬ :. સરકારી બેદરકારીના કારણે છેલ્લા ૧૦ વર્ષોમાં સરકારી ગોદામોમાં રખાયેલ ૭ લાખ ૮૦ હજાર કિવન્ટલ અનાજ સડી ગયુ હતું. દેશમાં રોજ દરેક વ્યકિતને ૫૦૦ ગ્રામ અનાજની જરૂર પડે છે એ હિસાબે ગણવામાં આવે તો રોજનું ૪૩૦૦૦ વ્યકિતના ભાગનું અનાજ બરબાદ થઈ રહ્યું છે. જો કે મનમોહન સરકાર કરતા મોદી સરકારમાં ૧.૦૪ લાખ કિવન્ટલ અનાજ સડતુ બચાવી લેવાયું છે, તોયે આંકડા બિહામણા છે. આ જાણકારી આરટીઆઈમાં મળેલા જવાબમાંથી મળ્યા છે.

આંકડા અનુસાર મનમોહન સરકારના પાંચ વર્ષમાં ૪.૪૨ લાખ કિવન્ટલ અનાજ સડી ગયુ હતું. જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં ૩.૩૮ લાખ કિવન્ટલ ખાદ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે અનાજ સડવાનું એક માત્ર કારણ વરસાદમાં પલળવાનુ છે.

પીએમઓ દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર અનાજની સૌથી વધુ ખરાબી પશ્ચિમ બંગાળમાં ૧,૫૪,૮૧૦ કિવન્ટલ, બિહાર ૮૨૦૧૦, ઉત્તરાખંડ ૩૪૫૮૦, પંજાબ ૩૨૮૦૦, ઉત્તર પ્રદેશ ૨૬૪૯૦, ઝારખંડ ૭૮૯૦ અને દિલ્હી ૧૩૭૦ કિવન્ટલ થઈ હતી.

દેશમાં રોજ ૨૦ કરોડ લોકો ભૂખ્યા રહે છે એટલુ જ નહિ રોજ ૮૨૧ બાળકો પુરતુ ભોજન નહિ મળતા મોતને ભેટે છે ત્યારે અનાજનો  બગાડ  અટકાવવો જરૂરી છે. (૨-૧)

(10:01 am IST)