મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

શૂન્ય ડાઉન પેમેન્ટ સાથે માત્ર ૪.૫ ટકાના વ્યાજે હોમ લોનઃ અમેરિકાના બોસ્ટન સ્થિત નોનપ્રોફિટ NACA દ્વારા શરૂ કરાયેલ પ્રોગ્રામને જબ્બર પ્રતિસાદઃ ૧૦ હજાર સંભવિત ગ્રાહકો નોંધાયાઃ ઓછી આવક ધરાવતા લોકોનું ઘરનું ઘર સ્વપ્ન સાકાર થશે

ફલોરિડાઃ અમેરિકામાં શૂન્ય ડાઉન પેમેન્ટ સગવડ સાથે સબપ્રાઇમ મોર્ટગેજ દ્વારા ઓછા વ્યાજે હોમ લોન અપાવવા બોસ્ટન સ્થિત નોનપ્રોફિટ ''નેઇબરહૂડ આસીસ્ટન્ટસ કોર્પોરેશન ઓફ અમેરિકા (NACA) દ્વાર શરૂ કરાયેલ પ્રોગ્રામને જબ્બર આવકાર મળ્યો છે.

ઓછી આવક ધરાવતા લોકો ૨૦ થી ૩૦ હજાર ડોલર જેટલુ ડાઉન પેમેન્ટ કરવા સમય ન હોવાથી તેઓને ૪.૫ ટકાના વ્યાજે ૧૫ થી ૩૦ વર્ષના સમયગાળા માટે આપવામાં આવતી આ હોમ લોનનો હેતુ ઘરવિહોણા સામાન્ય માણસને ઘરનું ઘર અપાવવાનો છે. જેનો ઉપયોગ પોતે રહેવા માટે કરી શકે છે ભાડે આપવા કે રોકાણ કરવા માટે નહીં. તેવું NACA ના CEO બ્રુસ માર્કસએ જણાવ્યું હતું. જે માટે ૧૦ બિલીઅન ડોલર જેટલી રકમ ફાળવાઇ છે. સબપ્રાઇમ મોર્ટગેજ હોમ લોન લેવા માંગતા ગ્રાહકોએ તેમની આવકના પુરાવા સહિતના દસ્તાવેજો આપવા જરૂરી છે. જેથી તેમની પરત ચૂકવણીની ક્ષમતાનો સમય નક્કી કરી શકાય.

NACA આયોજીત આ કમ્પેનમાં શેર્લોટ, નોર્થ કેરોલિના, તથા એટલાન્ટા ખાતે ૧૦ હજાર સંભવિત ગ્રાહકો નોંધાયા હતા. તેવું tiny.iavian.net દ્વારા જાણવા મળે છે.

(5:03 pm IST)