News of Monday, 15th October 2018
ME TOOની ઈફેક્ટ :રાહુલ જોહરીને લાગ્યો ઝટકો :ICC ની બેઠકમાં નહીં લઇ શકે ભાગ
મુંબઈ :મી ટૂ અભિયાન હેઠળ એક મહિલાએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ રાહુલ જોહરીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાહુલ જોહરી પર લાગેલા આરોપ બાદ તે સિંગાપુરમાં મળનારી આઈસીસીની મુખ્ય કાર્યકારીની બેઠકમાં ભાગ નહી લે.
સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે જણાવ્યુ હતુ કે, રાહુલ જોહરી મામલે સોશિયલ મીડિયામાં રિપોર્ટ સામે આવ્યા છે. જેમા રાહુલ જોહરી પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાહુલ પર લાગેલા આરોપ મામલે બીસીસીઆઈની સીઓએ દ્વારા એક સપ્તાહમાં વિસ્તારથી જવાબ માગવામાં આવ્યો છે. જેના આધારે બીસીસીઆઈ આગળ મહત્વનો નિર્ણય લઈ શકે છે.
(1:18 pm IST)