મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

''આવાઝ દો હમ એક હૈ'':જર્મીનીમાં વસતા વિદેશી લોકો ઉપર થઇ રહેલા હુમલાઓના વિરોધમાં બર્લિનમાં વિશાળ રેલીઃ મોર લવ,લેસ હેટ તથા હાર્ટનું દૃશ્ય દર્શાવતા પૂંઠાના બોર્ડ અને સૂત્રોચ્ચાર સાથેની રેલીમાં ૨,૪૨,૦૦૦ જેટલા લોકો જોડાયાનો આયોજકોનો દાવોઃ પોલીસ પ્રવકતાના જણાવ્યા મુજબ રેલીમાં જોડાયેલા લોકોની સંખ્યા લાખોમાં નહીં પણ હજારોમાં હતી

બર્લિનઃ જર્મનીમાં વસતા વિદેશી મૂળના લોકો ઉપર થઇ રહેલા વંશીય હુમલાઓના વિરોધમાં તાજેતરમાં બર્લિનમાં શનિવારે વિશાળ રેલીનું આયોજન કરાયુ હતું. જેમાં ૨ લાખ ૪૨ હજાર લોકો ઉમટી પડ્યા હતા. તેવું આયોજકોએ જણાવ્યું હતું.

જર્મનીના પૂર્વ ભાગમાં વસતા આ વિદેશીઓ તેમના ઉપર થતા હુમલાઓના ભયથી વિરોધ વ્યકત કરવા રેલીના સ્વરૂપમાં ભેગા થયા હતા. જેમની સંખ્યા હજારોમાં હતી. તેવું પોલીસ પ્રવકતાએ જણાવ્યું હતું. જો કે આયોજકોએ આ સંખ્યા હજારોમાં નહીં પણ લાખોમાં હોવાનું જણાવ્યું હતું.જે ર લાખ ૪૨ હજાર ઉપરાંત હોવાનો આયોજકોએ દાવો કર્યો હતો.

''આવાઝ દો હમ એક હૈ'' ''હમેં કોઇ અલગ નહી કર શકતા'' તેવો અર્થ નીકળતા સૂત્રોચ્ચાર સાથે ભર બપોરે તડકામાં સેન્ટ્રલ બર્લિનમાં નીકળેલી આ રેલીમાં ''મોર લવ, લેસ હેટ, તથા''નો રૂમ ફોર નાઝીસ'' જેવા સુત્રો લખેલા પૂંઠાના બોર્ડ અનેક લોકોના હાથમાં જોવા મળતા હતા. તેઓ બર્લિનમાં જાહેર સભા તથા દેખાવો માટે ઉપયોગમાં લેવાતી પ્રખ્યાત જગ્યા બ્રાન્ડેડ બર્ગ ખાતે ભેગા થયા હતા.

રેલીને અસાધારણ સફળતા મળી હોવાનો unteilbar મુમેન્ટના પ્રવકતા મહિલા થેરેસા હાર્ટમેનએ દાવો કર્યો હતો.તેમના મતે ૪૦ હજાર જેટલા લોકો ભેગા થવાની આશા હતી. તેના બદલે આટલી વિશાળ સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ unteilbar ગૃપ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો, ટ્રેડ યુનિયનો, ધાર્મિક સંગઠનો, સખાવતી સંસ્થાઓ તથા દાતાઓ, જોડાયેલા છે.

રેલીને સોશીઅલ ડેમોક્રેટીક પાર્ટી (SPD)ના મેમ્બર તથા ફોરેન મિનીસ્ટર હેઇકો માસએ ટિવટરના માધ્યમથી સમર્થન ઘોષિત કર્યુ હતું. જર્મનીના ચાન્સેલર થેરેસા મે એ પણ ૨૦૧૫-૧૬ની સાલમાં ૧ મિલીયન ઉપરાંત રેફયુજી લોકોને દેશમાં પ્રવેશ આપવાના નિર્ણયના કારણે વિજય મેળવ્યો હતો.

ગયા ઓગ.માસના અંત ભાગમાં કેમિનિટઝ શહેરના પૂર્વ ભાગમાં ફાર રાઇટ ગૃપ આયોજીત દેખાવો દરમિયાન એક  જર્મન નાગરિકની હત્યા થતા તે માટે રેફયુજી લોકોને જવાબદાર ગણી તેઓ ઉપર હુમલાઓનો દોર શરૂ થઇ ગયો હતો. તેથી ઓકટો. માસની શરૂઆતમાં જર્મન પોલીસે ૬ શકમંદોની ધરપકડ કરી હતી. તથા તેમને ફાર રાઇટ ટેરીસ્ટ ગૃપના મેમ્બર ગણાવ્યા હતા. તેવું tiny.iavian.net દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)