મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

રાજકોટમાં સાંજે વધુ 57 સહિત આજે કુલ 99 કેસ નોંધાયા:આજે 193 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 57અને બપોરે 42 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 99 કેસ નોંધાતા કુલ કેસ 4731 થયા છે. આજે 193 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 57 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસ  4731 થયા. હાલ 1238 દર્દીઓ  સારવાર હેઠળ છે. 

(7:02 pm IST)