મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ચિંતાજનક સ્થિતિ : દેશમાં કોરોનાના કેસનો આંકડો 50 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 39 લાખને વટાવી ગઈ

એક્ટિવ કેસની સંખ્યા 10 લાખની નજીક : મૃત્યુઆંક 82 હજારથી વધુ

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિતણોએ આંકડો 50 લાખને પાર પહોંચ્યો છે જયારે રિકવર થનારની સંખ્યા 39 લાખને વટાવી ગઈ છે  હાલમાં 10 લાખની નજીક એક્ટિવ કેસ છે અને મૃત્યુઆંક 82 હજારથી વધુ નોંધાયો છે

રાત્રે 11  વાગ્યે આ લખાઈ છે ત્યારે દેશમાં કોરોનાના નવા 89,268 પોઝિટિવ કેસ ઉમેરાતા કુલ કેસની સંખ્યા 50.16,182 થઇ છે જયારે 9.95,980 એક્ટિવ કેસ છે બીજીતરફ 81,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.37,412 રિકવર થયા છે અત્યાર સુધીમાં વધુ 1267 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 82.075 થયો છે

(12:00 am IST)