મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

" મિસ વર્લ્ડ અમેરિકા " : યુ.એસ.માં યોજાનારી સૌંદર્ય સ્પર્ધા માટે પસંદ કરાયેલી 28 યુવતીઓમાં 6 ઇન્ડિયન અમેરિકન

વોશિંગટન : યુ.એસ.માં યોજાનારી " મિસ વર્લ્ડ અમેરિકા "સૌંદર્ય સ્પર્ધા માટે 28 યુવતીઓને પસંદ કરવામાં આવી છે.જેમાં 6 ઇન્ડિયન અમેરિકન તથા એક બાંગ્લાદેશી અમેરિકન યુવતી છે.
       6 ઇન્ડિયન અમેરિકન યુવતીઓમાં કોલોરાડોની સુશ્રી સેરેના સિંઘ , નેવાડાની સુશ્રી રાધિકા શાહ ,ઓરેગનની સુશ્રી મંજુ બંગ્લોર ,પેન્સિલવેનિયાની સુશ્રી માન્યા સારસ્વત ,વૉશિન્ગટનની સુશ્રી શ્રી સૈની ,તથા વેસ્ટ વર્જિનિયાની સુશ્રી મંગા ચાવ નો સમાવેશ થાય છે.

(8:09 pm IST)