મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

બળાત્કારીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અથવા નપુસંક બનાવી દેવો જોઈએ : પાકિસ્તાનમાં વિદેશી મહિલા ઉપર થયેલા સામુહિક બળાત્કાર મામલે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનનું સ્ફોટક નિવેદન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ફ્રાન્સથી આવેલી મહિલા ઉપર થયેલા સામુહિક બળાત્કાર મુદ્દે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને સ્ફોટક નિવેદન કરતા જણાવ્યું છે કે  બળાત્કારીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અથવા નપુસંક બનાવી દેવો જોઈએ .મહિલાઓ સાથે અઘટિત વર્તન કરતા અથવા તેમનું યૌનશોષણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ફ્રાન્સથી આવેલી મહિલા ઉપર ગુરુવારે રાત્રે તેના બંને સંતાનોની હાજરીમાં સામુહિક બળાત્કાર આચરાયો હતો.તે જયારે કારમાં જઈ રહી હતી ત્યારે કાર ખોટવાતાં મદદની રાહ જોતી હતી ત્યારે પાંચ જેટલા યુવાનો ધસી આવ્યા હતા અને તેની કારનું ડોર તોડી નાખી તેને બહાર નિર્જન જગ્યાએ ઢસડી જઈ તેના ઉપર બળાત્કાર કર્યો હતો.

(1:23 pm IST)