રાજસ્થાનમાં નગરપાલિકા -પંચાયત ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો : બસપાના તમામ છ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા
બસપા ધારાસભ્યદળનું કોંગ્રેસમાં વિલયનો પત્ર વિધાનસભાના અધ્ય્ક્ષને સોંપ્યો
જયપુર : રાજસ્થાનમાં નગરપાલિકા અને પંચાયત ચૂંટણી પહેલા બસપાના સુપ્રીમો માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે બહુજન સમાજ પાર્ટીના તમામ છ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે બસપાના ધરસભયદળ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તમામ ધારાસભ્યોએ વિધાનસસભા અધ્યક્ષ સીપી જોશીને વિલયપત્ર સોંપ્યો છે
બસપાના ધારાસભ્ય વાજીબ અલીએ કહ્યું કે રાજસ્થાનમાં બસપાના છ ધારાસભ્યો હતા આજે અમે તમામે કોંગ્રેસ જોઈન કરી લીધી છે અમને બસપા ધારાસભ્યદળનું કોંગ્રેસમાં વિલયનો પત્ર વિધાનસભાના અધ્ય્ક્ષને સોંપ્યો છે તેઓએ કહ્યું કે સાંપ્રદાયિક તાકતોથી મુકાબલો કરવા માટે અમે તમામ છ ધારાસભ્યોએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણ્ય કર્યો છે
અત્રે ઉલ્લેખયનીય છે કે આગમી દિવસોમાં રાજ્યમાં પાલિકા અને પંચાયત ચૂંટણી થનાર છે આ ચૂંટણી પહેલા બસપાના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતા બસપાને મોટો ઝટકો લાગ્યાનું મનાય છે કોંગ્રેસ પાલિકા અને પંચાયત ચૂંટણીમાં જીત મેળવવા આ વખતે સદસ્યતા અભિયાન પર ભાર મૂકી રહી છે