મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

કાલે ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રમાં પહોંચશે : વિધાનસભાની ચૂંટણીની તૈયારીની કરશે સમીક્ષા

ટીમમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરો શામેલ હશે.

મુંબઈ : કાલે ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે મહારાષ્ટ્ર જશે. ચૂંટણી પંચની ટીમ  મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે  ટીમમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરો શામેલ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ બેઠક સમાપ્ત થયા બાદ પંચે બેઠકમાં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પંચની ટીમના અહેવાલ પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન, પંચે મતદાર યાદી અને ચૂંટણી માટેની અન્ય વહીવટી તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.

  માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચની આ મહત્વપૂર્ણ બેઠક બાદ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણાની ગણતરી શરૂ થઈ ગઈ છે. અહીય તમને એ પણ જણાવી દઈએ કે છેલ્લી વખત ચૂંટણીની તારીખો 12 સપ્ટેમ્બરના રોજ જ જાહેર કરવામાં આવી હતી.

.સૂત્રોના જણાવ્યા અનુસાર ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ બંને વિધાનસભાની ચૂંટણીઓ સાથે નહીં થાય. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે પંચે મહત્વપૂર્ણ અને અંતિમ બેઠક યોજી હતી.

(10:07 pm IST)