મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

આજે હુકમ કરીએ તો કેટલા દિવસમાં સીધું પ્રસારણ થઇ શકેઃસુપ્રિમ

અયોધ્યા વિવાદ લાઇવ સ્ટ્રમીંગ બાબતે કોર્ટ રજીસ્ટ્રીને સુપ્રિમની નોટીસઃ રીપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટ અયોધ્યા રામજન્મભુમિ બાબરી મસ્જીદ જમીન વિવાદની સુનાવણીનું ટીવી ચેનલો ઉપર સીધુ પ્રસારણ કરવાની મંજુરી આપવા બાબતે કોર્ટ રજીસ્ટ્રીને નોટીસ આપી આ સંબધમાં રીપોર્ટ માંગ્યો છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એચ.એ. બોબડે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભુષણ અને જસ્ટીસ એસ અબ્દુલ નઝીરની બનેલ બંધારણીય બેન્ચે સુપ્રિમ કોર્ટની રજીસ્ટ્રી ઓફીસ પાસેથી રીપોર્ટ માંગ્યો છે, કે જો, અત્યારે જ હુકમ કરવામાં આવે તો કેટલા દિવસમાં ટીવી ઉપર સીધુ પ્રસારણ શરૂ કરવામાં આવી શકે.

કોર્ટે કહ્યું કે આ રિપોર્ટ મળ્યા પછી જ અદાલત લાઇવ સ્ટ્રીમીંગ કરવાની છુટ આપવી કે કેમ તે અંગે નિર્ણય લેશે.

સંઘના પુર્વ પ્રચારક અને  યુ.પી.ના ગોવિંદાચાર્યએ આ અરજી કરી છે.

ગોવિંદાચાર્યએ  પોતાની અરજીમાં એવુ પણ કહ્યું છે કે જો અયોધ્યા કેસની કાર્યવાહીનું સીધુ પ્રસારણ કરવુ સંભવીત ના હોય તો કમ સે કમ આ કેસની સુનાવણીનું ઓડીયો રેકોર્ડીગ કે લીપી તૈયાર કરાવવી જોઇએ.

 

(4:22 pm IST)