મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

૩૬ વિદ્યાર્થીનીઓ સાથે કાળા કામ કરનાર પ્રોફેસરનું સસ્પેન્સન રદ

બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગબબૂલા

વારાણસી તા. ૧૬: ૩૬ વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કરવાના આરોપમાં સસ્પેન્ડ કરાયેલ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઝુલોજી વિભાગના પ્રોફેસર એસ. કે. ચૌબેને પાછા નોકરી પર લઇ લેવાયા છે. વાઇસ ચાન્સેલર રાકેશ ભટનાગરના આ નિર્ણય પછી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓકટોબર ર૦૧૮માં વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે ચૌબે કલાસમાં ગંદી ટીપ્પણીઓ અને ઇશારાઓ કરે છે. કુલપતિએ તપાસ સમિતી નીમી હતી જેમાં ચૌબે દોષિત સાબિત થયા હતા અને તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રવકતા રાજેશસિંહે કહ્યું કે સસ્પેન્શન રદ કરાયું છે પણ તેના પર ઘણાં બધા પ્રતિબંધો ચાલુ છે.

(4:20 pm IST)