મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

સામાન્ય લોકોને રાહતઃ ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારીનો દર રહ્યો ૧.૦૮ ટકા ઓગસ્ટ ૨૦૧૮માં દર હતો ૪.૬૨ ટકા

જુલાઇ ૨૦૧૯ની તુલનામાં જથ્થાબંધ મોંઘવારી દર યથાવત

નવી દિલ્હી,તા.૧૬: જથ્થાબંધ ભાવ આધારિત મોંવારીના આકંડા જાહેર કરવાામં આવ્યા. જથ્થાબંધ કિંમત પર આધારીત મોંઘવારી ઓગસ્ટમાં છેલ્લા મહીના ૧.૦૮ ટકા પર યથાવત રહી ગયા વર્ષની સમાન સમયગાળામાં જથ્થાબંધ મોંધવારી દર ૪.૬૨ ટકા હતો.સસ્તુ ઇંધણ ખઅને ખાદ્યસામગ્રીઓ ના કારણે જથ્થાબંધ મૂલ્ય સુચકાંક આધારિત મોંઘવારી જુલાઇ મહીનામાં અનેક વર્ષના ૧.૦૮ ટકા પર આવી હતી.

એ પહેલા જુનમાં જથ્થાબંધ મોઘવારી દર છેલ્લા ૨૩ મહિનાના નિમ્નસ્તર પર ૨.૦૨ ટકા પર આવી ગયો હતો.

બીજી બાજુ ગયા વર્ષ જુનમાં જથ્થાબંધ મુલ્ય પર આધારિત મોંઘવારી ૫.૬૮ ટકા પર રહી હતી. ત્યારે સતત ત્રીજા મહીને મોંઘવારી દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો.

સરકાર તરફથી ઓગસ્ટમાં છુટક મોંઘવારી અને જુલાઇના ઔદ્યોગિક ઉત્પાદપનના આંકડાને જાહેર કરવાના આવ્યા હતા. ઓગષ્ટમાં છુટક મોઘવારી ૩.૨૧ ટકા પર રહી છે. તે જુલાઇમાં ૩.૧૫ ટકા હતી. મોઘવારી દરમાં વધારા માટે શાકભાજીની કિમતો જવાબદાર રહી છે. મહીના દર મહીનાના આધાર પર જુલાઇમાં શાકભાજીનો મોઘવારી દર ૨.૮૨ ટકાથી વધીને ૬.૯૦ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે વિજળી અને ઇંધણનો મોંઘવારી દર જુલાઇના -૦.૩૬ ટકાની સરખામણીએ -૧.૭ ટકા રહ્યો છે.

ઓગસ્ટમાં હાઉસિંગમાં મોઘવારી દર ૪.૮૭ ટકાથી ઘટીને ૪.૮૪ ટકા પર રહ્યો છે. બીજી બાજુ આ સમયગાળામાં ખાદ્યનોની છુટક મોંઘવારી દર જુલાઇમાં ૧.૩૧ ટકાની સરખામણી ૧.૩૦ટકા રહ્યો છે. બુટ અને કપડાનો છુટક મોંઘવારી દર ૬.૬૫ ટકાથી ઘટાડીને ૧.૨૩ ટકા પર રહ્યો છે. દાળોનો મોઘવારી દર છેલ્લા મહીનાના ૬.૮૨ ટકાથી વધીને ૬.૯૪ ટકા રહ્યો છે. કન્ઝયુમર, ફુડ પ્રાઇસ મોંઘવારી દર જુલાઇના ૨.૬ ટકાથી વધીને ૨.૯૯ ટકા પર આવી ગયો છે.

(4:15 pm IST)