મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

દેશના ખનીજ ઉદ્યોગને મોટો ઝાટકો લાગશેઃ માર્ચમાંટાટા સહિતની ખનીજ કંપનીઓની લીઝ પુરીઃ નવેસરથી નિલામી થશે

નવી દિલ્હી,તા.૧૬: ૨૦૨૦માં જે કંપનીઓની લીઝને ૫૦ વર્ષ પુરા થવાના છે તેવી કંપનીઓની નોન કેપ્ટીજ માઇનીંગ લીઝને સરકાર રદ કરવાની છે. દેશના ખનીજ ઉદ્યોગ માટે આ એક મોટો ઝકો સાબિત થઇ શકે છે.

આ પગલાની ૧૦ રાજ્યોમાં ટાટા સ્ટીલ, વેદાંતા લીમીટેડ, એરસેલ માઇનીંગ, વીએમ સલગાવકર અને રૃંગડા માઇન્સ જેવી કંપનીઓની લગભગ ૩૩૪ ખાણોને અસર થશે. તેની લીઝ આવતા વર્ષ માર્ચમાં પુરી થવાની છે અને વર્તમાન કાયદા હેઠળ તે બંધ થવાની નોબત આવી ગઇ છે. તેમાંથી ૪૬ જેટલા કાર્યરત લીઝ પટ્ટા બહુ મહત્વના છે. જેનું દેશના લોખંડ-સ્ટીલ, મેંગેનીઝ અને કોમાઇટ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન છે.

સુત્રોએ જણાવ્યું કે આ ક્ષેત્રના પડકારોને જાણવા અને તેના પ્રભાવને નાબુદ કરવા માટે નિતી આયોગ દ્વારા બનાવવામાં આવેલ એક ઉચ્ચસ્તીય સમિતિએ ભલામણ કરી છે કે જે કંપનીઓ ૫૦ વર્ષથી ખોદકામ કરી રહી છે. અને જેની લીઝની મુદત ૩૧ માર્ચ ૨૦૨૦ના પુરી થવાની છે. તેની જાન્યુઆરી-માર્ચ દરમ્યાન નીલામી દ્વારા ફરીથી લીઝ આપવામાં આવશે.

(4:08 pm IST)