મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

અયોધ્યા વિવાદ

સુન્ની વકફ બાંક તથા નિર્મોહી અખાડાએ ફરી કોર્ટની બહાર સમાધાનની તૈયારી દર્શાવી મધ્યસ્થતા સમિતિને પત્ર લખ્યો

નવી દિલ્હી,તા.૧૬: અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે હવે આ મામલે રોચક મોડ આવ્યો છે. ૨૨ દિવસની સુનાવણી થયા બાદ હવે બંને તરફથી (હિંદુ અને મુસ્લિમ) ના પક્ષ ફરી કોર્ટની બહાર વાતચીત કરીને મુદાને સુલજાવા માગે છે. તેના માટે બે મુખ્ય પક્ષો સુન્ની વકફ બોર્ડ અને નીર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત મધ્યસ્થતા પેનલને પત્ર લખ્યો છે.

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ પહેલા મધ્યસ્થતાથી હલ કાઢવા માટે પેનલની રચના કરી હતી.૧૫૫ દિવસો સુધી પ્રયત્નો કરવાના આવ્યા  પરંતુ કોઇ હલ નીકળ્યો નહી એ જાણવા મળ્યું કે હિંદુ અને મુસ્લિમ પક્ષો આ વિવાદનુ ં સમાધાન કરવાના સફળ રહ્યા નહીં સુપ્રીમ કોર્ટ  મધ્યસ્થતા માટે જ પેનલ નિર્માણ કરી હતી. તેમાં ત્રણ લોકો સામેલ હતા. તેમાં સુપ્રીમ કોર્ટના જજ એફએફ કલીફુલ્લા, સીનીયરવકીલ શ્રીરામ પંચૂ અને શ્રી શ્રી રવિશંકરજીનુ નામ હતું ત્યારબાદ સુપ્રીમમાં આ મામલાની સુનાવણી કરવામાં આવી. હાલમાં હિંદુ પક્ષની દલીલો પુરી થઇ ચુકી છે. અને મુસ્લિમ પક્ષ દલીલો રાખી ચુકયું છે. પાંચ જજોનો સંવિધાન આ મામલાની સુનવાણી કરી રહી છે. જેમાં જસ્ટિસ એસએબોળડે ડીવાઇ ,ચંદ્રચુડ અશોક ભુષણ અને એન એસ અબ્દુલ નજરે પણ સામેલ છે. એફ જસ્ટિસ તેની અધ્યક્ષ છે.(૨૨.૧૭)

(1:11 pm IST)