મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

નમામિ ગંગે પરિયોજના માટે ફંડ એકત્રિત કરવા દેશ- વિદેશથી

નરેન્દ્રભાઈને મળેલ ભેટ- સોગાદોની ઓનલાઈન હરરાજીઃ ૫૦૦ રૂપિયાનો ગમછો ૧૧ કરોડમાં વેચાયો

નવી દિલ્હીઃ નમામિ ગંગે પરિયોજના માટે નિધી એકત્રીત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈને એક વર્ષમાં મળેલ ૨૭૭૨ ભેટ- સોગદોની ઓનલાઈન હરરાજી શનિવારથી શરૂ થયેલ. નરેન્દ્રભાઈની લોક પ્રિયતાના લીધે તેમની વસ્તુઓ લેવા કરોડો રૂપિયા સુધીની બોલી થઈ હતી.

ધાતુથી બનેલ પીએસએલવી- સી૭ની કિંમત ૨ હજાર રૂપિયા રાખવામાં આવેલ પણ તે ૧કરોડ સુધી લેવા માટે ઓનલાઈન બીડ થઈ હતી. જયારે ૫૦૦ રૂપિયામાં રાખવામાં આવેલ ગમછાની  ૧૧ કરોડમાં ખરીદી કરાઈ હતી. દેશ- વિદેશમાં અલગ- અલગ જગ્યાએ પ્રવાસ દરમિયાન અને દિલ્હીમાં અતિથીઓ દ્વારા આપવામાં આવેલ ગીફટને ઈન્ડીયા ગેટ સ્થિત રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (એનજીએમએ) ખાતે રાખવામાં આવી છે.

(1:07 pm IST)