મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

સુબ્રમણ્યમ સ્વામીની આગાહી

એક વર્ષમાં પીઓકે ભારતનો હિસ્સો હશે

મોદી કુશળ શાસક, તેમનાથી પાકિસ્તાન ડેરે છે

નવી દિલ્હી તા ૧૬  :   મોફાટ નિાવેદનો આપવા માટે જાણીતા બીજેપીના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ હવે આગાહી કરી છે કે એક વર્ષમાં પીઓકે (પાક ઓકયુપાઇડ કાશ્મીર) ભારતો હિસ્સો હશે. અવધ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં બોલતાં ડો. સ્વામીએ કહ્યું હતું કે ૬૦૦ વર્ષના શાસનકાળ દરમ્યાન મોગલોએ આપણને દબાવીને રાખ્યા હતા.ભારતનું નિર્માણ કરવા માટે ઇતિહાસની સાચી જાણકારી હોવી જરૂરી છે. આઝાદ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦-કલમ લાગુ પાડવા સામે ડો.આંબેડકરે પણ વિરોધ કર્યો હતો. આ કલમ દૂર કરવામાં કશું ખોટું નથી.

તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દે આખી દુનિયા ભારત સાથે છે. પાકિસ્તાનને યુએનમાંથી પણ ખાલી હાથે પાછા ફરવું પડયું છે. એક વર્ષમાં પીઓકે પણ ભારતનો હિસ્સો હશે. બલુચિસ્તાન પણ મુકત થઇને ભારત સાથે ભળવા માગે છે. હવે ભારતના નકશાને સુધારવાનો સમય આવી ગયો છે.

ડો. સ્વામીએ કહ્યું હતું કે, પીએમ મોદી એક કુશળ શાસક છે અને તેમનાથી પાકિસ્તાન ડરેછે. તે રીતે સરકારે કલમ ૩૭૦ દુર કરી છે એ બહુ જ પ્રશંસનીય બાબત છે.

રામ મંદિર વિશે તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે, આ કેસમાં કોર્ટનો ચુકાદો મંદિરની તરફેણમાં આવશે. સુન્ની વકફ બોર્ડ આસ્થાની વાત નથી કરી રહ્યું, તે આ કેસમાં દલીલ કરી રહ્યું છે કે, આ જમીન અમારી છે. બીજી તરફ બોર્ડને છોડીને દેશના મુસ્લિમોની ઇચ્છા છે કે આ જમીન હિન્દુઓની રામ મંદિર માટે આપી દેવાય.

(11:46 am IST)