મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

ગુજરાતવ્યાપી રાક્ષસી દંડનો અમલ શરૂઃ પ્રજામાં ભયંકર રોષ-ભય

સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થયોઃ કડક પાલન માટે પોલીસ-ય્વ્બ્ મેદાને : કેન્દ્રમાં નકકી કરેલા દંડમાં ગુજરાતે રાહત આપી છતાં અનેકગણો વધુઃ દંડથી બચવા વાહનચાલકોની દોડધામ ઠેરઠેર આંદોલનના મંડાણ

અમદાવાદ, તા.૧૬: કેન્દ્ર સરકારે તાજેતરમાં મોટર વ્હીકલ એકટમાં સુધારો કરી નવા નિયમો બહાર પાડયા છે તેનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થતાં જ લોકોમાં પ્રચંડ રોષ અને ભય ફેલાયો છે. રાજયની પોલીસ અને આરટીઓ આ નિયમોનો કડકથી અમલ કરાવવા મક્કમ છે તો વાહનચાલકો પણ આકરા દંડથી બચવા દોડધામ કરી રહ્યા છે. સૌથી વધુ રોષ પ્રજામાં હેલ્મેટરને લઇને છે. લોકોનું કહેવું છે કે આ નિયમ હાઇવે પર અનિવાર્ય હોવો જોઇએ પણ શહેરો-ગામોમાં હોવો જોઇએ નહિ. પ્રજાનું કહેું છે કે આ નવા કાયદાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે એટલુ જ નહિ પ્રજા હેલ્મેટ બાબતે  કહે છે કે અમે કઇ રીતે નકકી કરી શકીએ કે જે તે હેલ્મેટ ત્લ્ત્ હેઠળ છે કે નહિ? પ્રજાને પીડતા આવા કાયદા સામે આજથી આંદોલનના પણ મંડાણ થયા છે.

કેન્દ્ર સરકારે નક્કી કરેલી દંડની રકમમાં ગુજરાત સરકારે દ્યણો દ્યટાડો કરી દીધો છે, પણ તેમ છતાં તે પહેલાની સરખામણીમાં તો વધુ જ છે. જોકે, ટ્રાફિક દંડના નવા નિયમોને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. સાથે-સાથે પીયુસી અને વિમો કઢાવવા તેમજ હેલમેટ ખરીદવા છેલ્લી દ્યડી સુધી ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે પીયુસી માટે ૧૫ દિવસ અને ણ્લ્ય્ભ્ માટે એક મહિનાનો સમય આપ્યો છે.

હેલમેટ ન પહેર્યું હોય કે ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો અત્યાર સુધી ૧૦૦ રૂપિયા દંડ થતો હતો, તે હવે નવા નિયમ મુજબ પહેલી વખત ૫૦૦ રૂપિયા અને બીજી વખત ૧૦૦૦ રૂપિયા દંડ થશે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી માટે પહેલા ૧૦૦ રૂપિયા દંડ થતો હતો, જેમાં નવા નિયમમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે જ રીતે ભયનજક રીતે વાહન ચલાવનારાને અત્યારે ૧૦૦૦ હજાર રૂપિયા દંડ થાય છે, તે હવેથી થ્રી વ્હીલરને ૧૫૦૦ રૂપિયા, પ્ન્સ્દ્ગચ ૩૦૦૦ રૂપિયા અને અન્ય વાહનને ૫૦૦૦ રૂપિયા દંડ થશે. આ ઉપરાંત ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારાને હાલમાં ૧૦૦૦ રૂપિયાનો દંડ થાય છે, તે હવેથી પહેલી વખત ૫૦૦ રૂપિયા અને બીજી વખત પકડાય તો ૧૦૦૦ રૂપિયા કરાયો છે.

વાહન ચાલકોમાં ભારે ભરખમ દંડનો ભય સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પણ, જો વાહન ચાલકો આટલું કરે તો તેઓ દંડ ભરવાથી બચી શકે છે. તેમણે પોતાની પાસે લાઈસન્સ, વિમો, પીયુસી અને આરસી બૂક રાખવી. ટુ-વ્હીલર ચલાવતા હોય તો હેલમેટ પહેરવું અને ફોર વ્હીલર હોય તો સીટ બેલ્ટ બાંધવો. તેમજ સિગ્નલ તોડવું નહીં. જો આટલું ધ્યાન રાખવામાં આવે તો મેમો મળવાનો સવાલ જ ઊભો થતો નથી. સાથે જ જો વાહનની નંબર પ્લેટ ણ્લ્ય્ભ્ ન હોય તો વહેલી તકે કરાવી દેવી. વળી, તમે ડીજી લોકર અને એમપરિવહન એપમમાં પણ તમારા ડોકયુમેન્ટ ડિજિટલી રાખી શકો છો. તે પણ માન્ય છે.

રાજયમાં લાગુ થનારા ટ્રાફિકના નવા દંડ સામાન્ય નાગરિકોને તો લાગુ પડશે જ પણ જો કોઈ પોલીસકર્મી કે આરટીઓના કર્મચારી નિયમનો ભંગ કરશે તો તેને ડબલ દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકારના જાહેરનામામાં એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે આરટીઓ અને પોલીસકર્મીને ડબલ દંડ ફટકારવાની વાત કહેવાઈ છે. રાજય સરકારે કેન્દ્રના નિયમ હળવા કરતાં સામાન્ય નાગરિકો માટે દંડની રકમ ઓછી કરી છે, પણ પોલીસ અને આરટીઓ માટેના નિયમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

(4:36 pm IST)