મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

મુખ્યમંત્રીના બંગલે પાળેલા કુતરાનું મોત થતા ડોકટરો વિરૂદ્ઘ જ કેસ

આરોપ છે કે, ડોકટર અને ચિકિત્સાલયના પ્રભારીની બેદરકારીના કારણે શ્વાનનું મોત થયું હતું

હૈદ્રાબાદ, તા.૧૬: તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના સત્તાવાર નિવાસસ્થાને એક પાળેલા કુતરાનું બિમારીના કારણે મોત નિપજયું હતું. આ કુતરાના મોત પર જાનવરોના ડોકટરો વિરૂદ્ઘ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

હૈદરાબાદ પોલીસે એક પશુ ચિકિત્સકની વિરુદ્ઘ કેસ નોંધ્યો છે. ડાઙ્ખકટર પર બેદરકારી રાખવાનો આરોપ છે.

ડોકટર રંજીત અને એક ખાનગી પશુ દવાખાનના ઈન્ચાર્જ વિરુદ્ઘ શનિવારે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશમાં મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની વિરુદ્ઘ આઈપીસીની કલમ ૪૨૯ અને પશુ ક્રૂરતા વિરુદ્ઘની કલમ ૧૧(૪) હેઠળ કેસ નોંધ્યો છે.

તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના સત્ત્।ાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનના એક પાળેલા હસ્કી નામના કુતરાનું બિમારી બાદ નિધન થયું હતું. ૧૧ મહિનાનો શ્વાન ૧૧ સપ્ટેમ્બરે કથિત રીતે ડોકટરે ઇન્જેકશન આપ્યા બાદ મૃત્યું પામ્યો હતો. જેને લઈને પ્રગતિ ભવનમાં પાળેલા શ્વાનની દેખભાળ કરનારા આસિફ અલી ખાને પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આ મામલે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

આસિફ અલી ખાનનો આરોપ છે કે, ડોકટર અને ચિકિત્સાલયના પ્રભારીની બેદરકારીના કારણે શ્વાનનું મોત થયું હતું.

(9:58 am IST)