મુખ્ય સમાચાર
News of Thursday, 16th August 2018

હેમાની સીતા ઔર ગીતાને વાજપેયીએ ૨૫ વાર જોઇ

હેમા માલિનીના મોટા પ્રશંસક તરીકે રહ્યા છે : હેમામાલિનીએ પોતે આ સંબંધમાં ખુલાસો કર્યો : રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૧૬ : વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આજે અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. ભારતીય ફિલ્મોના પણ વાજપેયી ખુબ જ પ્રશંસક હતા. ઘણી ફિલ્મો વાજપેયીએ અનેક વખત જોઈ હતી. અટલ બિહારી વાજપેયી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની લોકપ્રિય અભિનેત્રી અને મથુરામાંથી ભાજપની સાંસદ હેમા માલિનીના મોટા ચાહક તરીકે રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી એટલા મોટા ચાહક રહ્યા છે કે તેમની ફિલ્મ સીતા ઔર ગીતાને ૨૫ વખત નિહાળી હતી. વર્ષ ૧૯૭૨માં આ ફિલ્મ આવી હતી. જેમાં હેમાં ડબલ રોલમાં હતી. ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પી હતી. ફિલ્મમાં તેની સાથે ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર હતા. ફિલ્મના લેખક સલીમ જાવેદ હતા. આ ફિલ્મ માટે હેમામાલિનીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. સીતા ઔર ગીતા ૨૫ વખત નિહાળ હોવાની વાત હેમામાલિનીએ પોતે કરી હતી. વાજપેયી કુશળ કવિ તરીકે પણ હતા.તેમના ભાષણને સાંભળવા માટે લોકો અને નેતાઓ પણ હમેંશા ઉત્સુક રહેતા હતા. તેમના વિરોધીઓ પણ તેમની વાતની ગંભીર નોંધ લેતા હતા. તેમની જેટલી કુશળતા ભાજપના કોઇ નેતા હજુ સુધી હાંસલ કરી શક્યા નથી. તેમના ઐતિહાસિક નિર્ણય હમેંશા યાદ રહેશે.  વાજપેયીએ જુદી જુદી પોઝિશન ઉપર અનેક વખત સેવા આપી હતી. વાજપેયીની સિદ્ધિઓ અને તેમની કુશળતા હમેશા પ્રેરણારુપ રહેશે.

(11:21 pm IST)