મુખ્ય સમાચાર
News of Thursday, 16th August 2018

સ્‍વાતંત્ર્યદિનનાં લાંબા પ્રવચનોના તમામ રેકોર્ડ્‌સ નરેન્‍દ્ર મોદીએ તોડયા

ગઇ કાલે ૮૦ મિનિટ સુધી વડા પ્રધાને ભાષણ કર્યુ હતું, ૨૦૧૬ માં તેમણે ૯૬ મિનિટની સ્‍પીચ આપેલી

નવીદિલ્‍હી તા. ૧૬ :  ૨૦૧૯ ની લોકસભસાની ચુંટણી પૂર્વે સ્‍વાતંત્ર્યદિન નિમિતે ગઇકાલે વડા પ્રધાનનું લાલ કિલ્લા પરતી આખરી ભાષણ ૮૦ મિનિટથી વધુ લાંબુ ચાલ્‍યું હતું. મોદીના પાંચ વર્ષના શાસનકાળમાં ૧૫ ઓગસ્‍ટે સોૈથી ટુંકુ ભાષણ ગયા વર્ષે ૫૭ મિનિટનું હતું. ૨૦૧૬ માં વડા પ્રધાને સ્‍વાતંત્ર્યદિને ૯૬ મિનિટનું ભાષણ અત્‍યારસુધીનું કોઇપણ વડા પ્રધાનનું સોૈથીલાંબુ ભાષણ હતું.

૧૯૪૭ માં દેશના પ્રથમ સ્‍વાતંત્‍યદિને વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના ભાષણનો ૭૨ મિીનીટનો સમય રેકોર્ડ હતો, પરંતુ ૨૦૧૫ માં ૮૬ મિનીટ ભાષણ કરીને મોદીએ લાલ કિલ્લાપરથી સોૈથી લાંબા ભાષણનો રેકોર્ડ તોડયો હતો. ૨૦૧૪ ના સ્‍વાતંત્ર્યદિને મોદીનું ભાષણ ૬૫ મિનીટનું હતું. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ એમના મન્‍થ્‍લી રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત'મા સ્‍વાતંત્ર્યદિનનું ભાષણ ટુંકાવવાની માંગણી કરતા પત્રોનો ઉલ્લેખ કરતાં ભવિષ્‍યનાં ભાષણો ટુંકાવવાની ખાતરી આપી હતી.

મોદી પૂર્વના વડા પ્રધાન ડો. મનમોહન ીસંહે તેમના લાંબા કાર્યકાળ દરમ્‍યાન લાલ કિલ્લા પરથી ૧૦ સ્‍વાતંત્ર્યદિન સમારંભોમાં ભાષણો આપ્‍યાં હતાં, પરંતુ દરેક વખતે તેમણે ૫૦ મિનીટથી ઓછો સમય લીધો હતો. એમાં ફકત ૨૦૦૫ અને ૨૦૦૬ ના સ્‍વતંત્ર્યદિને ૫૦ મિનીટ સુધી ભાષણ કર્યુ હતું. બાકીના આઠ વર્ષમાં મનમોહન સિંહાા ભાષણો ૩૨ થી ૪૫ મિનીટાોે સુધી ચાલ્‍યાં હતાં. મોદી પૂર્વના ગ્‍થ્‍ભ્‍ ના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્‍વાતંત્ર્યદિનનાં ભાષણો પણ ૩૦ થી ૩૫ મિનીટથી લાંબા ચાલતાં નહોતાં. વાજપેયીનું ૨૦૦૨ ના સ્‍વાતંત્ર્યદિનનું ભાષપ ૨૫ મિનીટ ચાલ્‍યું હતું અને ૨૦૦૩ માં લાલ કિલ્લા પરથી આપેલું ભાષણ ૩૦ મિનીટ ચાલ્‍યું હતું. (૩.૭)

(11:51 am IST)