મુખ્ય સમાચાર
News of Thursday, 16th August 2018

૫ વર્ષે ... પ પાઘડી: જાણો છો લાલકિલ્લા પરનાં સંબોધન દરમ્‍યાન મોદીએ કદી નથી પહેરી એકસરખી પાઘડી

નવી દિલ્‍હી તા. ૧૬ : વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીએ સ્‍વાતંત્ર્ય  દિવસના અવસરે સતત પાંચ વર્ષે દેશને લાલકિલ્લા પરથી સંબોધન કર્યુ હતુ. સંબોધન દરમયન દરેક વખતે તેમના માથા પર  જુદી જુદી  જાતની  પાઘડી જોવા મળી હતી. તેમણે સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી સતત પાંચ વર્ષ ૨૦૧૪ થી  ૨૦૧૯ સુધી દિલ્‍હીના ઐતિહાસીક  લાલકિલ્લા પરથી રાષ્‍ટ્રયધ્‍વજ ફરકાવ્‍યો હતો. દર વર્ષે  જ્‍યારે તેમને દેશને સંબોધિત કર્યો તેમની વેશભુષા અલગ જ દેખાઇ હતી. દર વર્ષે તેમણે અલગ ડિઝાઇનની પાઘડી  પહેરી હતી.  ૨૦૧૪માં જ્‍યારે તેમણે દેશને  પહેલી વાર સંબોધિત કર્યો હતો.  ત્‍યારે તેમણે લાલ અને પીળા રંગની  પાઘડી પહેરી હતી. ૨૦૧૫માં લાલ અને લીલા રંગની ધારવાળી  પાઘડી હતી. એ પાઘડી  અનોખી લાગતી હતી. ૨૦૧૬માં સફેદ રંગના કાપડ સાથે રંગબેરંગી પાઘડી બાંધી હતી. જે રાજસ્‍થાની  પાઘડી હતી.  ૨૦૧૭માં તેમણે પીળા અને લાલ રંગની પાઘડી પહેરી હતી.  જ્‍યારે ૨૦૧૮માં કેસરી રંગની પાઘડી પહેરી હતી.

વડા પ્રધાન મોદીને પાઘડી સાથે ખાસ લગાવ છે. આ લગાવને કારણે જ તે ડ્રેસીંગ સેન્‍સમાં બીજા નેતાઓથી અલગ દેખાય છે. ગણતંત્ર દવસ હોય કે સ્‍વાતંત્ર્ય દિવસ  અથવા બીજો કોઇ મોકો, તે પોતાના માથે પાઘડી ધારણ કરે છે. ૨૦૧૭માં ૩૦ જુને ગુજરાતના  મોડાસામાં રેલી માટે તેમના માટે ખાસ મેવાડી  પાઘડી બનાવાઇ હતી. ગુજરાતના મુખ્‍ય વડાપ્રાન  હતા ત્‍યારે પણ તેમણે ઘણી જાતની  પાઘડી પહેરી હતી. ગણતંત્ર દિવસના અવસરે પણ દરેક વખતે અલગ અલગ પ્રકારની પાઘડીમાં દેખાયા હતા.

વડાપ્રધાન દ્વારા  દર વર્ષે નવી જાતની પાઘડી પહેરવા બાબતે સોશીયલ મીડીયામાં પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. લોકોને તેમની ડ્રેસીંગ સેંસ  બહુ પસંદ આવે છે. યુઝર્સ લખે છે કે મોદીજીની ડ્રેસ બહુ સારી છે. એકે લખ્‍યુ છે કે  ‘મને પહેલા વર્ષનો અને આ વર્ષનો ડ્રેસ સારો લાગ્‍યો' જ્‍યારે બીજા એકે લખ્‍યુ કે ‘આ વર્ષે  આખો ભગવો જ દેખાયો.' (૧૭.૧)

(11:48 am IST)