મુખ્ય સમાચાર
News of Thursday, 16th August 2018

કોઈપણ સંસ્થાની ટીકા કરવી કે નષ્ટ કરવી સરળ છે પણ આગળ લઇ જવી,આકાંક્ષાને બાજુએ રાખવી મુશ્કેલ છે ચીફ જસ્ટિઝ દિપક મિશ્રાએ આપ્યો કાયદામંત્રીને જવાબ

 

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની વચ્ચે ફરી એકવાર મતભેદ સામે આવ્યા છે. બુધવારે સુપ્રીમ કોર્ટ પરિસરમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની વચ્ચે મતભેદ ભાષણ દરમિયાન જોવા મળ્યા હતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદના ભાષણનો જવાબ આપતા જણાવ્યું હતુ કે કોઇ પણ સંસ્થાની ટીકા કરવી કે નષ્ટ કરવી સરળ છે. પરંતુ સંસ્થાને આગળ લઇ જવી અને પોતાના વ્યક્તિગત આંકાક્ષાઓને બાજુ પર રાખવી મુશ્કેલ છે. અને અમે તે કરીએ છીએ.

(9:41 am IST)