મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

સાયન અને કુર્લાદાદર, માટુંગા, હિંદમાતા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા: સાંજે સાડા 4 વાગ્યે દરિયામાં હાઈટાઈડની આશંકા

મુંબઈ :મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અંધેરી સબ વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા છે.નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે.પાણી ભરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની સિઝન કરતા 40% વધારે વરસાદ નોંધાતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે.

શહેરનાં સાયન અને કુર્લાદાદર, માટુંગા, હિંદમાતા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગેસાંજે સાડા 4 વાગ્યે દરિયામાં હાઈટાઈડની આશંકા વ્યક્ત કરી છે. ઉપરાંત,4.08 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.

(11:04 am IST)