News of Thursday, 16th July 2020
હિમાચલ પ્રદેશમાં ઑનલાઇન ક્લાસમાં અચાનક અશ્લીલ વીડિયો ચાલ્યો!
ઘટનાને પગલે વાલીઓ પણ ગુસ્સે ભરાયા: સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી
સોલનઃ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાની એક ખાનગી સ્કૂલના ઓનલાઇન ક્લાસ દરમિયાન પોર્ન ફિલ્મ ચાલવા લાગી. જેવી જ આ ફિલ્મ ચાલી કે બાળકોએ તે અંગે પોતાના પરિજનોને સૂચના આપી દીધી. ઘટનાને પગલે વાલીઓ પણ ગુસ્સે ભરાયા. વાલીઓએ આ મામલે સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરી. સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
(12:51 am IST)