મુખ્ય સમાચાર
News of Thursday, 16th July 2020

AAPI પ્રેસિડન્ટ તરીકે ડો.સુધાકર જોનાલાગડાનો સોગંદવિધિ સંપન્ન : એશોશિએશનને વધુ મજબૂત બનાવી યુવાનોને આગળ કરીશ : ડો.સુધાકરનો કોલ

જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયામાં વસતા ઇન્ડિયન અમેરિકન ડો.સુધાકર જોનાલાગડાનો અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) ના 37 મા પ્રેસિડન્ટ તરીકેનો વર્ચ્યુઅલ સોગંદવિધિ તાજેતરમાં 11 જુલાઈના રોજ યોજાઈ ગયો.
આ તકે તેમણે જણાવ્યું હતું કે હું એશોશિએશનને વધુ મજબૂત બનાવી યુવાનોને આગળ કરીશ તેમજ પારદર્શક વહીવટ આપીશ.ઉપરાંત મેમ્બરશિપ વધારવા પ્રયત્ન કરીશ.
             આ તકે એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ સુશ્રી સ્વાતિ કુલકર્ણી હાજર રહ્યા હતા તથા નવનિયુક્ત પ્રેસિડન્ટને શુભેચ્છા પાઠવી હતી.ઉપરાંત ઉપસ્થિત AAPI ના અન્ય એક્ઝિક્યુટિવ મેમ્બર્સનો પણ સોગંદવિધિ કરાયો  હતો.જેમાં ડો.અનુપમા ગોટીમુલુકા ,ડો.રવિ કોલ્લી ,ડો.અમિત ચક્રવર્તી ,ડો.સતીશ કાથુલા ,ડો.સજની શાહ ,ડો.અમી બક્ષી ,ડો.કિંજલ સોલંકી ,તથા ડો.સુરેન્દ્ર પુરોહિત નો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે  AAPI   યુ.એસ.નું સૌથી મોટું મેડિકલ એશોશિએશન છે જે 1 લાખ ઉપરાંત મેમ્બરશિપ ધરાવે છે.

(6:21 pm IST)