મુખ્ય સમાચાર
News of Thursday, 16th July 2020

હવે આયુર્વેદીક માસ્ક બજારમાં: ગુંગણામણ નહિ થાય

હળદર, ફૂદીનો અને તુલસીના મિશ્રણથી ફોરલેયરના આયુર્વેદીક માસ્ક બનાવાયાઃ શ્વાસની બિમારી ધરાવતા લોકો માટે આર્શીવાદ સમાનઃ મુંબઈની કંપનીએ ઝંપલાવ્યુ

રાજકોટઃ આજે વિશ્વ આખું કોરોનાની બીક સાથે પણ હવે ધીરે ધીરે નોર્મલ થવા માટેનો પ્રયત્ન કરે છે ત્યારે કોરોનાથી બચવા માટે અથવા તો કોરોનાની અસર ઓછી થાય તે માટેના અનેક ઉપાયો માંથી એક ઉપાય છે માસ્ક વૈશ્વિક આરોગ્ય સંસ્થા અને વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર માસ્ક ૮૦ ટકા સુધી કોરોનાનું સંક્રમણ થવાની શકયતાને ઓછી કરે છે. ત્યારે માસ્કના માર્કેટમાં ખુબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે. માસ્કના વિવિધ પ્રકારોમાં સાદા કપડાથી માંડીને મેડીકલી મંજૂરી મળેલ એન.૯૫ માસ્ક પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે. એન.૯૫ માસ્ક મોટા ભાગના વાયરસને ફિલ્ટર કરે છે. ત્યારે મુંબઈની એક કંપનીએ આયુર્વેદ થી પ્રેરણા લઈને આયુર્વેદિક માસ્ક માર્કેટમાં ઉતાર્યા છે. મુંબઈના ડો. રાણેજ આયુરદીપ હેલ્થ સર્વિસીઝ ના સ્પેશ્યિલ આયુર્વેદિક રેસ્પિરેટર એન૯૫ ફેસ પ્રોટેકટર માસ્ક બજારમાં મુખ્ય છે ડો. રાણેજ આયુરદીપના કહ્યા અનુસાર આ માસ્કમાં સ્વાસ્થ્યવર્ધક હળદર, ફુદીનો, અને તુલસી પણ મિશ્રણ કરવામાં આવેલ છે આ માસ્કના ૪ લેયરમાં આ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ છે.

કોરોનાની ગંભીરતા સમજતા લોકો પણ આજે માસ્ક ન પહેરીને પોતાના ઉપર અને પોતાના પરિવાર ઉપર મોટું જોખમ ઉભું કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના માસ્કનો પર્યટન લોકોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહન આપે તેવા ઉદેશ્યથી બનાવવામાં આવેલ છે આ ઉપરાંત તેમાં જે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ છે તે વસ્તુઓ શ્વાસના દર્દીઓ માટે પણ ખુબ ઉપયોગી છે જેથી જે લોકો માસ્ક પહેરવાથી ગૂંગળામણ અનુભવે છે તેવા લોકો માટે આ માસ્ક ઘણું ઉપયોગી સાબિત થશે. આ આયુર્વેદિક માસ્કની એક ખાસિયત એ પણ છે કે તેના ૪ લેયરો માં આઉટર પ્રોટેશ્યમ,સોલ્ટ લેયર, એકિટવેટેડ લેયર,અને સોલ્ટ ઇનર લેયર વાયરસને જાતે જ સેનેટાઇઝ કરી આપે છે. જેથી તેને વારંવાર ઉપયોગ કરવો પણ સુરક્ષિત છે. હળદર, ફુદીનો અને તુલસી ઓકિસજનની માત્રાને જાળવી રાખે છે જેથી જે લોકો માસ્ક પહેરવાથી શ્વાસની બીમારી થવાની શકયતાના ભયથી પીડાય છે તેના માટે આશીર્વાદ સમાન છે.

કોરોનાની મહામારી જયારથી આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં માસ્ક, સેનેટાઇઝર, પી.પી.ઈ કિટના માર્કેટમાં કાળાબજારી જોવા મળી છે ત્યારે વિશ્વની કેટલીય ખ્યાતનામ કંપનીઓ એ આ માર્કેટમાં જંપલાવ્યું છે. ડો. રાણેજની આપેલ માહિતી અનુસાર આ માસ્કને ISO,IQEC,GMP ,FDE તેમજ મેક ઈન ઇન્ડિયાના દરેક માપદંડ ઉપર સાબિત થઇ ચૂકયું છે. આ માસ્કનો ઉપયોગ કોવિડ ૧૯ ના દર્દીઓ,આઇસોલેશન અને કોરેન્ટાઇન થયેલા લોકો, પેથેલોજી લેબના લોકો, રેડિયોલોજિસ્ટ , કેમિસ્ટ, પોલીસ, આર્મી અને વેપારી લોકો માટે ખુબ જ ઉપયોગી છે કે જે જનતાની સેવા કરે છે.

(3:19 pm IST)