News of Thursday, 16th July 2020
WHO ચીનની કઠપૂતળી છે : ચાઈનાએ જ દુનિયામાં કોરોના વાઇરસ ફેલાવ્યો છે : હું શી જિનપિંગ સાથે વાત પણ કરવા માંગતો નથી : ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગટન : સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી અનેક લોકોના ભોગ લઇ રહેલ કોરોના વાઇરસના ફેલાવા માટે ચીન જવાબદાર છે.તેવું મક્કમતા પૂર્વક અમેરિકા સહીત અનેક દેશો કહી રહ્યા હોવા છતાં તેનો બચાવ કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) ને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ચીનની કઠપૂતળી સમાન ગણાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે હું ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે વાત પણ કરવા માંગતો નથી.
(11:19 am IST)