મુખ્ય સમાચાર
News of Tuesday, 16th July 2019

પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં વાદળું ફાટતા પૂરમાં ૨૨ના મોતઃ અનેક ગૂમ

નવી દિલ્હીઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં વાદળ ફાટવાથી આવેલ અચાનક  પુરથી ૨૨ લોકોના મોત થયા છે જયારે ઘણા લાપતા થયા છે. ડીઝાર્સ્ટર મેનેજમેન્ટના ડાયરેકટર સઈદ ઉર રહમાનના જણાવ્યા મુજબ વાદળ ફાટવાથી મોટા પાયે તબાહી થઈ છે. પર્યટન સ્થળ નીલમ ઘાટીમાં રાત્રે આવેલ પુરથી ૧૫૦ ઘરો તથા ૨ મસ્જીદોને ભારે નુકશાન થયેલ.  મૃતકોમાં બે સુરક્ષાકર્મી, ૯ સ્થાનીકો અને ૧૧ અન્ય લોકો છે જે મસ્જીદમાં પ્રવચન દેવા આવેલ જે પુરમાં વહી ગયા હતા.

કેટલાક લોકો ઘરમાં ફસાયેલા છે અને તેમને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વાદળ ફાટવું એક દુર્લભ ઘટના છે જેમાં મોટા પ્રમાણમાં પાણી એક સાથે જમીન ઉપર પડે છે. સામાન્ય રીતે ૪ ઈંચ પ્રતિ કલાકથી વધુની ઝડપે વરસાદ પડે તો તેને વાદળ ફાટવું કહેવાય.

(11:41 am IST)