News of Tuesday, 16th July 2019
અમેરિકાના વોશીંગ્ટન ડીસીમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં ICEની રેડઃ કેટલાંક ગેરકાયદે વીઝા ધારક કર્મચારીઓને પકડી મેરીલેન્ડની જેલમાં લઇ જવાયાઃ કાયદાકીય મદદગારી માટે SAALT વહારે આવશે
વોશીંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે વીઝા ધારકોની હકાલપટ્ટી માટે ઇમીગ્રેશન તાજેતરમા ંગયા સપ્તાહમાં વોશીંગ્ટન ડીસીમાં આવેલા એક ભારતીય રેસ્ટોરન્ટમાં રેડ પાડવામાં આવી હતી. તથા અમુક કર્મચારીઓને મેરીલેન્ડમાં આવેલી મોન્ટગોમેરી કાઉન્ટી જેલમાં લઇ જવાયા હતા. જેમાંના મોટા ભાગના હિન્દીભાષી હતા.રેસ્ટોરન્ટ વિષેની વિશેષ માહિતી હજુ સુધી જાહેર કરાઇ નથી આવા પ્રસંગે કાયદાકીય મદદગારી માટે ''સાઉથ એશિઅન અમેરિકન લીડીંગ ટુગેધર (SAALT) દ્વારા વોલન્ટીઅર્સને જોડાવા અપીલ કરવામાં આવી છે.
(8:29 pm IST)