મુખ્ય સમાચાર
News of Monday, 16th July 2018

શ્રીખંડ મહાદેવ યાત્રામાં રાજકોટના યાત્રિકનું હૃદયરોગના હૂમલાથી મોતઃ ભેખડ પડતા શ્રદ્ધાળુઓના બે વાહનોને પણ નુકસાન

રાજકોટઃ શ્રીખંડ મહાદેવની યાત્રાએ ગયેલા રાજકોટના યાત્રિકનું હૃદયરોગના હૂમલાથી અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે. જ્યારે ભેખડ પડતા બે વાહનો ફસાઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ, 55 વર્ષીય રાજેન્દ્ર કુમાર, તેમના પુ્ત્ર હરિચંદ અને પરિવાર સાથે શ્રી ખંડ યાત્રા માટે રવિવારે નીકળ્યા હતા. જેમનું થાચડ પાસે હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ પરિવાર રાજકોટમાં કોઠારીયા કોલોનીમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં તેમને પોસ્ટ માર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. પોસ્ટ માર્ટમ બાદ મૃતકની બોડી પરિવારને સોંપી દેવામાં આવશે. આ વાતની કુલ્લુ એસપી સાલિની અગ્નિહોત્રીએ પણ કરી છે.

બીજી બાજુ, વરસાદના કારણે ભૂસ્ખલનની ચપેટમાં શ્રદ્ધાળુઓના બે વાહનોને પણ નુકશાન પહોંચ્યું છે. કુલ્લુ જીલ્લાના નિરમંડ ખંડ પાસે બાગી પુલ-જાઓ માર્ગ બંધ થવાથી શ્રીખંડ આવતા-જતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીખંડ જવા માટે શ્રદ્ધાળુ જાઓ સુધી જ વાહનથી યાત્રા કરી શકે છે. ત્યારબાદ પેદલ યાત્રા શરૂ થાય છે.

રવિવારની રાત્રે ભારે વરસાદના કારણે પહાડ તૂટવાથી કાટમાળ રસ્તા પર પડ્યો, જેમાં બે વાહનોને નુકશાન પહોંચ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ચાયલ પંચાયતના દવાહા ગામ માટે માર્ગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, આ માર્ગ પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાથી બાગીપુલ જાઓ માર્ગ બંધ થયો છે. માર્ગને ખોલવા માટે 4 કલાક લાગી શકે છે. આના કારણે શ્રીખંડ માર્ગ પર શ્રદ્ધાળુઓ અટવાયા છે. તંત્ર દ્વારા માર્ગ ફરી કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

(5:33 pm IST)