મુખ્ય સમાચાર
News of Monday, 16th July 2018

ધુણ્યો મોંઘવારીનો રાક્ષસ : રેટ ૪ વર્ષના શિખરે : લોન મોંઘી થશે

રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારીનો દર ઉંચકાયો : જુનનો દર વધીને ૫.૭૭ ટકા : મે મહિનાનો દર હતો ૪.૪૩ ટકા : પેટ્રોલ - ડિઝલને કારણે વધી છે મોંઘવારી : મોંઘવારીનો દર વધતાં રેપો રેટ વધશે : લોન મોંઘી થશે : માસિક હપ્તા પણ વધશે

નવી દિલ્હી તા. ૧૬ : રીટેલ મોંઘવારી દર બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ વધારો થયો છે. કેન્દ્ર સરકાર તરફથ જાહેર થયેલા આંકડા મુજબ તે ગયા વર્ષની સરખામણીએ બે ગણા સ્તરે પહોંચી ગયો છે. જુનમાં તે દર વધીને ૫.૭૭ ટકાની પાર પહોંચી ગયો છે. બીજીબાજુ મે માં તે ૪.૪૩ ટકાના સ્તર પર પહોંચી ગયો. કે જે એપ્રિલમાં ૩.૧૮ ટકા હતો ગયા વર્ષે મે માં તે દર ૨.૨૬ ટકા હતો.

સીએસઓ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ જુન મહિનામાં રીટેલ મોંઘવારી દર ૫ ટકા થયો. મે મહિનામાં રીટેલ મોંઘવારી દર વધીને ૪.૮૭ ટકા હતો. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ હતો. એપ્રિલમાં રીટેલ મોંઘવારી દર ૪.૫૮ ટકા હતો.

પેટ્રોલ, ડીઝલની કિંમતમાં વધારો અને ફરી ઘટાડા બાદ પણ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો. જો કે તેની કિંમતોમાં ફકત ચાર દિવસ ઘટાડો રહ્યો. ૨૬ જુનથી પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટવાના શરૂ થયા હતા. તે પહેલા સતત તેજીનો દોર ચાલુ હતો.  રીટેલ અને જથ્થાબંધ મોંઘવારી દર વધ્યા બાદ હવે રીઝર્વ બેંક પણ તેની હવેની મોદ્રીક સમીક્ષા નીતિમાં રેપો રેટના દરોમાં વધારો કરવાનું એલાન કરવાના એંધાણ છે તેનાથી તમારા લોનની ઇએમઆઇ પણ વધશે તેનું આરબીઆઇએ મોંઘવારીના ૪.૮થી ૪.૯ ટકા વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો છે.

આરબીઆઇની રીટેલ મોંઘવારી દરના ચાર ટકાની આજુબાજુ રાખવાની જવાબદારી મળી છે પરંતુ છેલ્લા મહિના દરમિયાન મોંઘવારી દર આ લક્ષ્યથી વધુ રહી છે. રીટેલ મોંઘવારી દરના હાલના આંકડા પહેલા બ્લુમબર્ગના ઇકોનોમિસ્ટ પોલમાં તેના ૪.૯ ટકાની નજીક રહેવાનો અંદાજ લગાવામાં આવ્યો હતો.

(3:37 pm IST)