ભારતને હચમચાવવા સીમીએ ચાલ ચલી હતીઃ ત્રાસવાદીઓની પૂછપરછમાં ખુલાસો
નવી દિલ્હીઃ પ્રતિબંધિત સીમી નવા નામ સાથે ફરીથી સંગઠીત થવા માગતુ હતુઃ દિલ્હી પોલીસે ઈન્ડીયન મુજાહીદીનના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી અબ્દુલ સુભાન કુરેશીની ધરપકડ કરી હતી અને તેણે એનઆઈએને આવી માહિતી આપી હતીઃ તેણે કહ્યુ હતુ કે સીમી પોતાના નામ પાછળથી આઈ દૂર કરીને સીમ સાથે આગળ વધવા માગતુ હતું: તે વિશ્વના મોટા ત્રાસવાદી સંગઠન સાથે જોડાવાની તૈયારીમાં હતુઃ સરકારના આકરા વલણ છતા સીમીએ ઈન્ડીયન મુજાહીદીનના નામથી ભારતમાં અનેક ત્રાસવાદી હુમલા કર્યા હતાઃ યુપીના રામપુરમાં રહેતા કુરેશીએ ગુજરાત, મ.પ્રદેશ, હૈદરાબાદ, કર્ણાટક, કેરળ, બિહાર, પ.બંગાળ અને ચંદીગઢમાં જઈને નાણા મેળવ્યા હતાઃ તેણે કહ્યુ હતુ કે અમે કર્ણાટક, મ.પ્રદેશ, ગુજરાતમા અનેક ટ્રેનીંગ કેમ્પ કર્યા હતાઃ જેમા ભાષણ, શૂટીંગ અને શારીરીક અભ્યાસ કરાવવામા આવ્યા હતા