મુખ્ય સમાચાર
News of Monday, 16th July 2018

આવી રહી છે નવી ટેરિફ નીતિઃ ઘટશે વિજળીનું બિલ

યુનિટે રૂપિયા ઘટે તેવી શકયતાઃ કેન્‍દ્રએ રાજયોને વિજળી ચોરી-એટીએન્‍ડસી ધટાડવા જણાવ્‍યું : ૧ એપ્રિલ-૨૦૧૯થી લાગુ થશે નવી ટેરિફ નીતિઃ વિજળી ચોરી ૧૫ ટકા ઘટાડવાનું લક્ષ્યાંક

નવીદિલ્‍હી, તા.૧૬: નવી ટેરિફ નીતીથી આપના માસીક વીજબીલમાં ઘટાડો ટુંક સમયમાં થશે. કેન્‍દ્ર સરકારે બધા રાજયોને આ વર્ષના અંત સુધીમાં ચોરી અને ટેકનીકલ તથા કોર્મશોયલ બોસ ઘટાડવાનું કહ્યું છે.

નવી ટરોફ નીતી પ્રમાણે, વિજ વિતરણ કંપનીઓ પોતાનું નુકસાન ઘટાડવાનું નિષ્‍ફળ રહેતો પણ આ નુકસાનીનો બોજ ગ્રાહકો પર નહીં નાખવામાં આવે. વીજ દર વધારે હોવાનું મોટું કારણ બીજ ચોરી અને ટેકનીકલ / કોમર્શીયલ નુકસાન છે બધા રાજયો ચોરી તથા ટેકનીકલ/કોમર્શીયલ બોસ ૧૫ ટકા સુધી લઇ આવે તો તેનો ફાયદો ગ્રાહકોને થશે.

ગ્રાહકો પર બોજ નહીં

સરકાર આવતા વર્ષ ૧ એપ્રિલથી નવી ટેરીફ પોલીસી અમલમાં મુકી રહી છે. વીજ પ્રધાન આર કે સીંહે બધા રાજયોને લોસીસ ૧૫ ટકાથી ઓછા કરવા આદેશ આપ્‍યો છે. આના માટે જાન્‍યુઆરી ૨૦૧૯ સુધીની સીમા અપાઇ છે. કોઇ વિતરણ કંપનીનું નુકસાન અને ચોરી ૧૫ ટકાથી વધારે હશે તો તેની અસર બીલ પર નહીં પડે.

વીજચોરી રોકવા અને નુકસાન ઓછું થવાની વીજ હશે તો ઘટશે જ ઉપરાંત ૨૪ કલાક વીજળીની ઉપલબ્‍ધતાનો ફાયદો પણ થશે.

*વીજચોરી ૧૫ ટકાથી ઓછી હોયતો કેટલો ફાયદો

* યુપીમાં વીજચોરી ૨૬.૬૭% છે જયારે ગુજરાતમાં ૧૧% તેથી ગુજરાતમાં વિજ હશે ઓછા છે.

* યુપીમાં એક મહીનામાં ૧૦૦ યુનીટનું બીલ ૬૪૨ જયારે ગુજરાતમાં ૪૧૨ રૂપિયા આવે છે.

*યુપીમાં ૧૫૦ યુનીટ માટે ભાવ ૪.૯૦ રૂપિયા પ્રતિ યુનિટ જયારે ગુજરાતમાં ૩.૫૦ રૂપિયા પ્રતિ યુનિટ છે.

(10:25 am IST)