News of Monday, 16th July 2018
જમ્મુ કાશ્મીરના પીરપાંજલ પહાડ પર ભારે વરસાદથી નદીમાં ઘોડાપુર :ધારલ અને થાના મંડી નદી બની તોફાની
પૂરના કારણે રાજૌરીમાં એક એસડીઆરએફની ટીમને તૈનાત:બે દિવસથી વરસાદને કારણે નદીઓમાં પાણીની જબરી આવક
જમ્મુ કાશ્મીરના પીરપાંજલ પહાડ પર પડેલા ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધારલ અને થાના મંડી નદીમાં વરસાદી પાણીની આવક થતા બન્ને નદી તોફાની બની છે. લોકો સવારે ઊંઘી રહ્યા હતા ત્યારે બન્ને નદીમાં પૂર આવ્યુ હતું.
નદીમાં આવેલા પૂરના કારણે રાજૌરીમાં એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. રાજોરીના અનેક વિસ્તારમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેથી નાની મોટી નદીના જળસ્તરમાં વધારો થયો છે.
(12:00 am IST)