મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

પાકિસ્તાન ફરી થયું બેનકાબ :જબરજસ્તીથી ખ્રિસ્તી સગીરા સાથે લગ્ન :અદાલતે કાનૂની ગણાવ્યું :અસુરક્ષિત અલ્પસંખ્યક

સાડા તેર વર્ષની ખ્રિસ્તી સગીરાનું અપહરણ કરીને ત્રણ બાળકોના પિતા સાથે બળજબરીથી લગ્ન કરાયા

કરાચી : પાકિસ્તાનમાં ખ્રિસ્તી યુવતીનું અપહરણ કરવાના કેસમાં સરકાર, પોલીસ અને કોર્ટ ત્રણેયની પોલ ખુલી છે પાકિસ્તાનના ગુજરણવાલામાં મુસ્લિમો દ્વારા એક સાડા તેર વર્ષની ખ્રિસ્તી યુવતીનું અપહરણ કરાયું હતું અને ત્રણ બાળકોના પિતા સાથે બળજબરીથી લગ્ન કરાયા હતા.

  આશ્ચર્યની વાત એ છે કે કોર્ટમાં બેઠેલા ન્યાયાધીશે પણ સગીર યુવતીના લગ્ન માન્ય હોવાનું કહીને આરોપીને મુક્ત કર્યા હતા. પીડિતાના પિતા શાહિદ ગિલ ન્યાયની ગુહાર લગાવી રહ્યાં છે અને પાકિસ્તાની તંત્ર મૌન છે

  ડોન  અખબારના જણાવ્યા અનુસાર પીડિતએ જણાવ્યું હતું કે તેની પુત્રી સગીર હોવા છતાં પણ ધમકી આપી અદાલતમાં નિવેદનો અપાયા જેને કોર્ટે માન્ય ગણ્યું હતું  પાકિસ્તાનમાં પ્રિવેન્શન ચાઇલ્ડ મેરેજ એક્ટ 1929 મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરા અને 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના લગ્ન ગેરકાયદેસર છે. સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે, તે યુવતીના નિવેદન પર પોતાનો નિર્ણય આપશે.

ગિલે કહ્યું કે તેની યુવતીનું 20 મેના રોજ કેટલાક મુસ્લિમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ ફિરોઝવાલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ, શીખ અને ખ્રિસ્તી યુવતીઓનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેઓને મોટા પાયે ધર્માન્તર  કરવામાં આવ્યા છે. બાદમાં તેની  મુસ્લિમ સાથે લગ્ન કરાવી દેવાય છે,યુએસ સ્થિત સિંધી ફાઉન્ડેશન અનુસાર દર વર્ષે એક હજારથી વધુ હિન્દુ અને સિંધી છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે. સરકાર, પોલીસ અને અદાલતો પણ આ બાબતોમાં ચૂપ રહે છે.

(8:21 pm IST)