મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

શું રેલ્વે સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે? : કેરળ હાઇકોર્ટે ભારતીય રેલવે પાસે મહિલા મુસાફરોની સલામતી માટે લીધેલા પગલાં અંગે માહિતી માંગી

કેરળ :  કેરળ હાઇકોર્ટે સેન્ટ્રલ રેલવે પાસે  મહિલા મુસાફરોની સલામતી માટે  લીધેલા પગલાં અંગે માહિતી માંગી છે. તથા પૂછ્યું છે શું રેલ્વે સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા  લગાવવામાં આવ્યા છે?

કોર્ટે જણાવ્યું હતું કે રેલવે અધિકારીઓ  મુસાફરોની વાજબી કાળજી લેવા  કાયદેસર રીતે બંધાયેલા  છે . તેથી તેમણે તે માટે લીધેલા પગલાંની વિગતવાર એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.

કેરળ હાઈકોર્ટે કોર્ટ દ્વારા અગાઉ જારી કરાયેલી  રેલ્વે સલામતી માર્ગદર્શિકાઓનું પાલન  કરવા માટે લીધેલા પગલા અંગે કેન્દ્ર સરકાર, ભારતીય રેલ્વે અને દક્ષિણ રેલ્વે અધિકારીઓ પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી છે . ખાસ કરીને મહિલા મુસાફરોની સલામતી સંબંધિત બાબતો માટે ન્યાયાધીશ અનિલ કે નરેન્દ્રન અને જિયાદ રહેમાન એએની ડિવીઝન બેંચે પૂછ્યું હતું કે શું આ માટે કેરળમાં ઓળખાતા અઠ્ઠાવીસ રેલ્વે સ્ટેશનોમાં વિડિઓ સર્વેલન્સ લગાવવા જેવા સૂચિત પગલાં લેવામાં આવ્યા છે કે કેમ.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના એપ્રિલમાં સિંગલ જજ જસ્ટિસ બેન્ચના  કુરિયન થોમસએ એક સમાચાર અહેવાલની નોંધ લીધા બાદ રેલવે મુસાફરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે એર્નાકુલમમાં 31 વર્ષીય મહિલા રેલ્વે પેસેન્જર ચાલતી ટ્રેનમાંથી કૂદી ગઈ હતી. તેના પર હુમલો થયો હતો. તેને માથાના ભાગે ઇજાઓ થઈ હતી.

આ કેસની સુનાવણી આગામી 13 જુલાઇ, 2021 ના રોજ થશે .તથા જવાબદારોએ  એફિડેવિટ ફાઇલ કરવાની રહેશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:38 pm IST)