મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

આંધ્રપ્રદેશના તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને રાજ્યના નક્સલ વિરોધી દળ ગ્રેહાઉડ્સ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

અમરાવતી: વિશાખાપટ્ટનમ જિલ્લામાં આંધ્ર પ્રદેશ પોલીસની એલીટ ગ્રેહાઉડ્સ સાથે અથડામણમાં પ્રતિબંધીત ભાકપા (માઓવાદી)ના સભ્ય માર્યા ગયા છે. ડીજીપી કાર્યાલયમાંથી જાહેર એક જાહેરાત અનુસાર, માર્યા ગયેલા માઓવાદીઓમાં એક સીનિયર નેતા અને એક મહિલા સભ્ય સામેલ છે.

મામ્પા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં ભાકપા (માઓવાદી) અને રાજ્યના નક્સલ વિરોધી દળ ગ્રેહાઉડ્સ વચ્ચે અથડામણ થઇ હતી. પ્રાથમિક સૂચના અનુસાર શબ જપ્ત કરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળેથી એક એકે-47, એક એસએલઆર, એક કાર્બાઇન, ત્રણ 303 રાઇફલ અને એક તમંચો જપ્ત કરવામાં આવ્યો છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યુ છે.

પહેલા 11 જૂને ઓરિસ્સાના બારગઢ જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથે અથડામણમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ના એક સભ્યને ઠાર મારવામાં આવ્યો હતો. પશ્ચિમી રેન્જના આઇજી નરસિંહ ભોલે જણાવ્યુ કે બારગઢના ઝીલ આરક્ષિત વન વિસ્તારમાં નક્સલીઓની ગતિવિધિની ખબર પડી હતી. અથડામણમાં માર્યા ગયેલા માઓવાદીની ઓળખ ભાકપા (માઓવાદી)ની સંભાગીય સમિતીના સભ્ય રવીન્દ્ર તરીકે થઇ છે, તેમણે જણાવ્યુ કે રવીન્દ્ર છત્તીસગઢનો હતો. છત્તીસગઢને રવીન્દ્ર પર સાત લાખ રૂપિયા અને ઓરિસ્સા સરકારે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું. તે હત્યા સહિત કેટલાક ગુનામાં સામેલ હતો.

(5:10 pm IST)