મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

અયોધ્યામાં જમીન ખરીદી અંગે કેન્દ્રને મોકલાયો રીપોર્ટ

સંઘને પણ વિવાદ અંગે કરાઇ જાણઃ મંદિર ટ્રસ્ટ

અયોધ્યાઃ રામમંદિર માટે જમીન ખરીદી અંગે ઉભા થયેલ વિવાદ પર શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કેન્દ્ર સરકારને રીપોટસ્ મોકલ્યો છે. આખી બાબતની જાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રિય કાર્યકારીણીને પણ કરાઇ છે. મંગળવારે ટ્રસ્ટે સંઘને જે રીપોર્ટ મોકલ્યો છે તેમાં જમીન ખરીદીની કિંમતો અંગે વિસ્તારપૂર્વક ચોખવટ કરાઇ છે.

ટ્રસ્ટે જમીન ખરીદી બાબતે કેટલાક નવા તથ્યો પણ જાહેર કર્યા છે. કહેવામાં આવ્યુ છે કે જમીન સ્ટેશન પાસેના પ્રાઇમ લોકેશન પર છે. અહીં જમીનની કિંમત ઓછામાં ઓછી ૩૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. જયારે ટ્રસ્ટે ૧૪૨૩ રૂપિયા પ્રતિ ચોરસ ફુટ ચૂકવ્યા છે. પહેલીવાર મીડીયા સમક્ષ આવેલ ટ્રસ્ટના સંજય ડો.અનિલ મિશ્રાએ કહયું કે ખરીદવામાં આવેલ જમીનમાં સંપૂર્ણ પારદર્શકતા છે.

(2:03 pm IST)