મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

યુ.એસ. ના કનેક્ટીકટ ફેડરલ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી સરલા વિદ્યાની નિમણુંક : પ્રેસિડન્ટ જો બીડને કરેલી નિમણૂક સંસદની બહાલી મળ્યે અમલી બનશે : આ હોદા ઉપર સૌપ્રથમ એશિયન અમેરિકનનો વિક્રમ સર્જાશે

કનેક્ટીકટ : યુ.એસ. ના કનેક્ટીકટ ફેડરલ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી સરલા વિદ્યા નગાલાની નિમણુંક થઇ છે. પ્રેસિડન્ટ જો બીડને કરેલી નિમણૂકને સંસદની બહાલી મળ્યે આ હોદા ઉપર સૌપ્રથમ એશિયન અમેરિકનનો વિક્રમ સર્જાશે .

સુશ્રી સરલા વંશીય ભેદભાવ  તથા માનવ અધિકાર ક્ષેત્રે કાર્યરત એડવોકેટ છે.તેમણે 2012 ની સાલથી એડવોકેટ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી.

વ્હાઇટ હાઉસ સૂત્રોના જણાવ્યા મુજબ સુશ્રી સરલા આ હોદા માટે યોગ્ય  વ્યક્તિ છે. તેઓ અનુભવી અને કાયદાનું પાલન કરાવવાવાળા છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)