મુખ્ય સમાચાર
News of Sunday, 16th June 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

૩૪૨૫૦ કરોડ રૂપિયાનો નોંધપાત્ર વધારો થયો : ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો

મુંબઈ, તા. ૧૬ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૩૪૨૫૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ઉપરાંત અન્ય જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં આરઆઈએલ, આઈટીસી, ઈન્ફોસીસ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આવી જ રીતે શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન એચડીએફસી બેંક, એચયુએલ, એસડીએફસી અને કોટક મહિન્દ્રાની બેંકની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મુડીમાં ૨૭૫૨૩.૭૪ કરોડ રૂપિયાનો વધારો થતા તેની માર્કેટ મુડી ૮૪૫૧૪૯.૬૧ કરોડ થઈ ગઈ છે. આવી જ રીતે આઈટીસીની માર્કેટ મુડી વધીને ૩૪૦૭૨૮.૬૭ કરોડ થઈ ગઈ છે. એસબીઆઈની માર્કેટ મુડીમાં આ ગાળા દરમિયાન ૧૯૬૩.૪૨ કરોડ રૂપિયાનો વધારો થતા તેની માર્કેટ મુડી ૩૦૬૮૭૨.૮૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આરઆઈએલની માર્કેટ મુડી પણ આ ગાળા દરમિયાન ૧૦૪૫.૯૫ કરોડ વધીને ૮૩૪૮૧૯.૬૭ કરોડ થઈ છે. ઈન્ફોસીસની માર્કેટ મુડીમાં પણ વધારો નોંધાયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મુડીમાં ઘટાડો થતા તેની મુડી ૨૮૧૩૪૯.૦૨ કરોડ થઈ ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસ માર્કેટ મુડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે પહોંચી ગઈ છે. આરઆઈએલની મુડી વધી હોવા છતાં આ કંપનીની મુડી હવે ટીસીએસ કરતા ઓછી થઈ છે. ટીસીએસે ફરી એકવાર પ્રથમ સ્થાને માર્કેટ મુડીની દ્રષ્ટિએ મેળવી લેવામાં સફળતા મેળવી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસક્સ ૧૬૩ પોઈન્ટ ઘટીને ૩૯૪૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો.

માર્કેટ મૂડીમાં વધારો.....

       મુંબઈ,તા. ૧૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની મૂડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળામાં ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. જેથી ટીસીએસ માર્કેટ મુડીની દ્રષ્ટિએ ફરીએક વાર પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે આરઆઈએલ માર્કેટ મુડીની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં છ કંપનીની મૂડી વધી હતી અને છ કંપનીની મૂડીમાં વધારો થયો હતો. કોની માર્કેટ મૂડી કેટલી વધી તે નીચે મુજબ છે.

કંપની    માર્કેટ મૂડીમાં વધારો    કુલ માર્કેટ મૂડી

ટીસીએસ         ૨૭૫૨૩.૭૪     ૮૪૫૧૪૯.૬૧

આઈટીસી          ૨૫૧૩.૦૨     ૩૪૦૭૨૮.૬૭

એસબીઆઈ        ૧૯૬૩.૪૨     ૩૦૬૮૭૨.૮૭

આરઆઈએલ      ૧૦૪૫.૯૫     ૮૩૪૮૧૯.૬૭

આઈસીઆઈસીઆઈ બેંક ૭૪૫.૩૨   ૨૬૯૫૯૩.૧૭

ઈન્ફોસિસ            ૪૫૮.૭૩     ૩૨૩૪૭૫.૬૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

        મુંબઈ, તા. ૧૬ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજીના માહોલ વચ્ચે ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની    માર્કેટ મૂડીમાં ઘટાડો    કુલ માર્કેટ મૂડી

કોટક મહિન્દ્રા      ૭૩૫૯.૨૧     ૨૮૧૩૪૯.૦૨

એચડીએફસી       ૪૪૪૪.૧૨     ૩૭૫૯૪૪.૯૦

એચડીએફસી બેંક  ૩૧૫૧.૭૫     ૬૬૪૮૫૫.૨૯

એચયુએલ         ૧૪૩૯.૫૯     ૩૯૫૦૬૫.૩૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:43 pm IST)