મુખ્ય સમાચાર
News of Sunday, 16th June 2019

મોદી હૈ તો મુમકીન હૈ : અમેરિકાના ડયુટી વધારવાના નિર્ણય સામે ભારતે પણ અમેરિકાથી આયાત થતી વસ્‍તુઓ પર ડયુટી વધારી

નવી દિલ્‍હી :  ભારત સરકારે અમેરિકામાં ઉત્પાદન થતી અથવા ત્યાંથી ભારતમાં આયાત કરવામાં આવતી હોય તેવી 28 ચીજો પર કર વધારવાની શનિવારે જાહેરાત કરી છે. બદામ, અખરોટ અને દાળનો 28 ચીજોમાં સમાવેશ થાય છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહીને પગલે વધારેલા કર રવિવારથી જ લાગુ કરી દેવામાં આવશે.

આ કાર્યવાહીથી આ વસ્તુઓની નિકાસ કરતા અમેરિકાના વેપારીઓને અસર થશે અને કર વધારવાથી ભારતમાં આ ઉત્પાદનોની આયાત મોંઘી થશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે 30 જૂન 2017ના રોજ પોતાના એક પરિપત્ર સંદર્ભે આ જાહેરાત કરી છે.

આ પરિપત્ર મુજબ અમેરિકા સિવાય બાકીના દેશમાંથી આવતા આ જ ઉત્પાદનો પરના દર યથાવત્ રહેશે.

ભારતનાં આયાત અને ઍલ્યુમિનિયમ પર અમેરિકાએ કર વધાર્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે, જેનાથી ભારતીય રાજકોષને 21.7 કરોડ રૂપિયાનો વધારાનો ફાયદો થશે.

(11:38 am IST)