મુખ્ય સમાચાર
News of Saturday, 16th June 2018

આ ભાઇ ફોર્મલ સૂટ અને ટાઇ પહેરી ઘોડેસવારી કરીને પહોંચ્યા ઓફિસે

બેંગલોરમાં થોડાક દિવસ પહેલાં ઓફીસ જવા નીકળેલા ભાઇ તેમના અનોખા અંદાજને કારણે ઇન્ટરનેટ પર છવાઇ ગયા છે. ભાઇનું નામ છે રૂપેશ કુમાર વર્મા. સોફટવેર એન્જિનીયર રૂપેશ બેંગલોરની મલ્ટિ-નેશનલ કંપનીમાં જોબ કરતો હતો. રાજસ્થાનના પિલાણી ગામના રૂપેશને બેંગલોર શહેરનો ટ્રાફીક અને મલ્ટિ-નેશનલ કંપનીનું વર્ક-કલ્ચર બહુ રાસન આવ્યું હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી. છેલ્લા દિવસને યાદગાર બનાવવા તેણે ફોર્મલ સૂટ અને ટાઇ પહેરી ઘોડા પર બેસીને ઓફીસ જવાનું નકકી કર્યુ. છેલ્લા આઠ વર્ષથી બેંગલોરમાં કામ કર્યા પછી ભાઇ આ શહેરના ટ્રાફીક અને વાયુ પ્રદુષણથી કંટાળી ગયા હતા એટલે તેમની નોકરીનો આ છેલ્લો દિવસ છે. એવું પાટીયું ઘોડા પર સ્પષ્ટ લટકાવ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ ભાઇની ક્રિએટીવીને ઘણાએ વખાણી છે. (પ-૧પ)

(3:48 pm IST)