મુખ્ય સમાચાર
News of Saturday, 16th June 2018

'ધર્મ રક્ષા માટે ગૌરી લંકેશની હત્યા કરી' : પરશુરામ વાઘમારે

બેંગ્લુરૂ તા. ૧૬ : પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસની તપાસ ચલાવી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પરશુરામ વાઘમારે નામના વ્યકિતની એક સપ્તાહ પહેલા ઉત્તર કર્ણાટકના વિજયપુરા જીલ્લામાંથી ધરપકડ કરી હતી. એસઆઈટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાઘમારેએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, તેને જ ગૌરી લંકેશની હત્યા કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૬ વર્ષિય વાઘમારેએ એસઆઈટી સામે દાવો કર્યો છે કે, જયારે ૫ સપ્ટેમ્બર ૨૦૧૭દ્ગક્ન રોજ બેંગલુરૂના આરઆર નગર સ્થિત ઘર સામે ગૌરી પર એક પછી એક એમ ચાર ગોળીઓ ચલાવવામાં આવી તો તેને એ વાતની ખબર ન હતી કે તે કોને મારી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસઆઈટી સમક્ષ વાઘમારેએ કબુલાત કરી છે કે, મને મે ૨૦૧૭જ્રાક્નત્ન કહેવામાં આવ્યું હતું કે, આપણા ધર્મને બચાવવા માટે કોઈની હત્યા કરવાની છે. હું તૈયાર થઈ ગયો. મને એ વાતની જાણ નહોતી કે તે કોણ છે પરંતુ મને લાગી રહ્યું છે કે તેમને નહોતા મારવા જોઈતા.

વાઘમારેએ કહ્યું હતું કે, તેને ૩ સપ્ટેમ્બરના રોજ બેંગલુરૂ લાવવામાં આવ્યો હતો. બેલાગવીમાં તેને એરગન ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી. મને એક ઘરમાં લઈ જવામાં આવ્યો. ત્યાંથી મને એક બાઈક પર એક વ્યકિત સાથે ગૌરીનું ઘર જોવા માટે લઈ જવામાં આવ્યો. તેના બીજા દિવસે મની બીજી ઓળખ આપી લઈ જવામાં આવ્યો, જયાંથી અમે ફરી ગૌરીના ઘરે ગયાં. મને તે જ દિવસે હત્યા કરવાનું કહેવામાં આવ્યું પરંતુ અમે જયારે ઘરે પહોંચ્યા ત્યારે ગૌરી તેના ઘરમાં પહોંચી ગઈ હતી.

હત્યાની વાત સ્વિકારતા વાઘમારેએ કહ્યું કે, ૫ સપ્ટેમ્બરે સાંજે લગભગ ૪ વાગ્યે મને બંદૂક આપવામાં આવી અને અમે (એક અન્ય વ્યકિત) સાથે ગૌરીના ઘરે ગયા. અમે એકદમ યોગ્ય સમયે પહોંચ્યા હતા. ગૌરીએ ઘરની બહાર પોતાની કાર થોભાવી. જયારે હું તેની પાસે પહોંચ્યો તો તે કારનો દરવાજો ખોલી રહી હતી. મેં તેના પર ચાર ગોળીઓ ચલાવી. ત્યાર બાદ અમે પાછા ફર્યા અને એ જ રાત્રે શહેર છોડી દીધું.

એસઆઈટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાઘમારે સાથે બેંગલુરૂમાં જુદા જુદા સમયે ત્રણ લોકો હતા. એક જે તેને બેંગલૂરૂ લાવ્યો, બીજો જે તેને હત્યાના દિવસે ગૌરીના ઘરે લઈ ગયો અને ત્રીજો જે ૪ સપ્ટેમ્બરે વાઘમારેને ગૌરીના ઘરે લઈ ગયો. વાઘમારેના જણાવ્યા પ્રમાણે તે ત્રણેય લોકોને ઓળખતો નથી.

(12:42 pm IST)