મુખ્ય સમાચાર
News of Saturday, 16th June 2018

કાનપુરમાં બેકાબુ ડમ્પર ઘરમાં ઘુસી જતા નિંદ્રાધીન એક જ પરિવારના છ લોકોના કમકમાટીભર્યા મોત

નશાખોર ડમ્પર ચાલક ફરાર : ઈદની ઉજવણીની તૈયારી કરી હતી પરંતુ શોકનું મોજું ફરી વળ્યું

કાનપુર: કાનપુરમાં બેકાબુ ડમ્પર એક ઘરમાં ઘુસી જતા નિદ્રાધીન એક જ પરિવારના છ લોકોના કરૃણમોત નિપજ્યા છે આજે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવતું એક ડમ્પર રોડ નજીકના ઘરમાં ઘૂસી જતાં મકાનમાં સૂતેલા એક જ પરિવારના છ લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્તા અરેરાટી વ્યાપી જવા પામી છે પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 અલાહાબાદ હાઈવેના મહારાજપુર પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ ડમ્પર ચાલક નશો કરેલી હાલતમાં હતો.અને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતાં ડમ્પર રોડ નજીકના એક ઘરમાં ઘૂસી જતાં એક જ પરિવારના બુઝુર્ગ મહિલા સહિત છ લોકો પર ડમ્પર ફરી વળતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

 મૃતકો ગઈ કાલે રાતે જ ઈદ માનવવાની તૈયારી કરી હતી. પણ આ ઘટનામાં ઘરના માલિક કલ્લુ કુરેશી સાથે તેની બે પુત્રી અને એક પુત્ર, પત્ની અને ભત્રીજાનાં મોત થતાં આ વિસ્તારમાં ઈદના પવિત્ર દિવસે જ શોકનું મોજું ફરી વળ્યું છે.

 આ ઘટના બાદ સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે માટીનું વહન કરતાં અનેક ડમ્પર અને અન્ય વાહનની અવરજવર થઈ રહી છે. છતાં તંત્ર દ્વારા તેમની સામે પગલાં લેવામાં આવતાં નથી. આજે દારૂ પીધેલા ડમ્પર ચાલકની બેદરકારીથી આ વિસ્તારના એક જ પરિવારનાં છ સભ્યનાં મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:48 am IST)