મુખ્ય સમાચાર
News of Saturday, 16th June 2018

રમઝાન બાદ સીઝફાયરની મર્યાદા વધારવામાં નહિ આવે

ગુનેગારો સામેની કાર્યવાહીને સીઝફાયર સાથે જોડવી ન જોઈએ

 

જમ્મુ-કશ્મીરઃરમઝાન બાદ સીઝફાયરની અવધિ વધારવામાં નહીં આવે તેમાં જમ્મુ-કશ્મીરનાં નાયબ મુખ્યમંત્રી કવિંન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી આર.કે સિંઘે જણાવ્યું હતું કે, ગુનેગારો સામેની કાર્યવાહીને સીઝફાયર સાથે જોડવી જોઈએ કારણ કે, સીઝફાયર હોવા છતાં પણ જો કોઈ વ્યક્તિ લાઈસન્સ વગરની બંદુક સાથે જોવા મળે તો સૈનિકો તેની સામે કાર્યવાહી કરી શકે છે.

  જમ્મુ-કશ્મીરમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે રમઝાનમાં આતંકીઓ સામેનાં ઓપરેશન પર રોક લગાવી હતી પરંતુ કશ્મીરમાં તેની આતંકી પ્રવૃતિઓ વધી હતી. હવે આગળ સેનાનું ઓપરેશન ચાલુ કરવું કે કેમ તે અંગે ચર્ચા કરવા માટે રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં આજે બેઠક પણ મળી હતી. અંગે ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ફરીથી સેનાનાં ઓપરેશન અને સીઝફાયર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  જો કે સીઝફાયરની અવધિ વધારવાનાં સંબંધમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે,"તેઓ અંગે 17 જૂનનાં રોજ એલાન કરશે. તેઓએ એક સવાલનાં જવાબમાં જણાવ્યું કે 16 જૂન સુધી ઘાટીમાં સીઝફાયર અને સૈન્ય ઓપરેશન પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. હું ઇદ બાદ 17 જૂન પછી વાત પર કંઇક કહીશ."

(12:00 am IST)