મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

હિમાચલમાં આંધી અને ઓલાવૃષ્ટી : દેશના અનેક રાજ્યોમાં ધુળવાળી આંધી-વરસાદની સંભાવના

રાજધાનીમાં શુક્રવાર માટે યલો એલર્ટઃ પશ્ચિમી વિક્ષોભથી વાદળો છવાશેઃદિલ્હીમાં સોમ-મંગળ ગરમીથી રાહત : વિદર્ભ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીથી છૂટકારો નહીં મળેઃ પંજાબના ૬ જીલ્લાઓમાં તાપમાન ૪૬ ડિગ્રી ઉપર નોંધાયું

નવી દિલ્હી તા.૧૬: પંજાબ અને હરિયાણા ઉપર બનેલ એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર પ્રી-મોનસુન  ગતિવિધીઓને પ્રેરીત કરશે. જેથી આજે અને કાલે (સોમ-મંગળ) ભીષણ ગરમીથી થોડી રાહત મળશે. દિલ્હીમાં આંશીકરૂપે વાદળો છવાયેલા રહેશે. ધુળભરી આંધી ચાલવાની  સંભાવના છે. રાજધાનીમાં ગુરૂત્તમ અને લધુત્તમ તાપમાન ક્રમશઃ ૪૧ અને ૨૮ ડિગ્રી રહેશેનું પૂર્વાનુમાન છે.

બુધવાર અને ગુરૂવારે આકાશ ચોખ્ખુ રહેશે પણ દિલ્હીવાસીઓને જોરદાર તડકો અને લુનો સામનો કરવો પડશે. હવામાન ખાતાએ શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગઇકાલનો રવિવારનો દિવસ ૪૯ ડિગ્રી સાથે દિલ્હી માટે સોૈથી ગરમ રહ્યો હતો.

હવામાન ખાતા મુજબ આજે-કાલે ગરમીથી રાહત મળી શકે છે. આજે દિલ્હી-એનસીઆરમાં વાદળો છવાયેલા રહેશે. આંધી ચાલશે જેથી તાપમાન ૪૧ ડિગ્રી સુધી નીચે જવાનું અનુમાન છે. પણ ૧૮ મી બાદથી ગરમી ફરી એક વખત કહેર વરસાવશે.

પંજાબ-હરિયાણા અને ઉત્તર ભારતના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં ધુળવાળા તોફાનની સંભાવના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષીણ યુપી. હરિયાણા અને દિલ્હીમાં ગરમી ચાલુ રહેશે. ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત પણ ગરમીથી છુટકારો નહીં મળે.

હવામાન વિભાગ મુજબ વેર્સ્ટન ડિર્સ્ટબન્સના લીધે દિલ્હીમાં વાદળો જોવા મળશે. જેના કારણે ધુળવાળી આંધી આવી શકે છે. તાપમાન ઘટશે પણ ૧૯ અને ૨૦ આસપાસ ૪૪ થી ૪૫ ડિગ્રી ગરમી પહોંચી જશે.  ત્યારબાદ ફરી પશ્ચિમી વિક્ષોભના કારણે તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ નીચુ જશે.હિમાચલ પ્રદેશમાં ગરમીથી રાહતની સંભાવના છે. હવામાન ખાતા મુજબ આજે આંધી અને ઓલાવૃષ્ટી થઇ શકે છે. ઘણા જીલ્લાઓ માટે એલર્ટ જાહેર કરાયું છે. કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. ગઇકાલનો દિવસ હિમાચલ માટે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.

પંજાબમાં રવિવારે સાત જીલ્લાઓમાં ૪૬ થી વધુ તાપમાન પહોંચ્યુ હતું. મુકતસર પંજાબમાં ૪૭ ડિગ્રીથી વધુ તાપમાન સાથે સોૈથી ગરમ રહેલ. હવામાન ખાતા મુજબ આજે ગરમીથી રાહત મળી શકે છે. હિમાચલમાં પશ્ચિમી વિક્ષોતી સક્રિય થતા માઝા અને દોઆબા વિસ્તારમાં ૪૦ થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ધૂળવાળુ તોફાન ચાલવા અને છાંટા છુટી થવાની શકયતા છે.

હવામાન ખાત મુજબ સિક્કિમ, બંગાળ, તામિલનાડુ અને લક્ષદીપમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની શકયતા છે. આ સીવાય ઉત્તર પૂર્વી બિહાર, છત્તીસગઢના કેટલાક ભાગોમાં અને કર્ણાટકમાં હળવો વરસાદ નોંધાશે. ઓડીશા, દક્ષીણ મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાના અને પશ્ચિમી હિમાલય વિસ્તારમાં હળવો વરસાદ થઇ શકે છે.

(3:02 pm IST)