મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

ખગ્રાસ ચંદ્રગ્રહણઃ ભારતમાં ન દેખાયુ

આજે વૈશાખ સુદ પુનમ છે ત્‍યારે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. વૃヘકિ રાશિ, વિશાખા નક્ષત્રમાં થનારૂ આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ચંદ્રગ્રહણ નીહાળવા ખગોળરસિકોમાં ખૂબ જ ઉત્‍સુકતા છે. ભારતીય સમય પ્રમાણે ગ્રહણ સ્‍પર્શ સવારે ૭ કલાક ૫૪ મિનિટ ૫૪ સેકન્‍ડ, ગ્રહણ સંમિલન ૮ કલાક ૫૯ મિનિટ ૫ સેકન્‍ડ, ગ્રહણ મધ્‍ય ૯ કલાક ૪૧ મિનિટ ૩૧ સેકન્‍ડ, ગ્રહણ ઉન્‍મિલન ૧૦ કલાક ૨૩ મિનિટ ૫૮ સેકન્‍ડ, ગ્રહણ મોક્ષ ૧૧ કલાક ૨૫ મિનિટ ૧૦ સેકન્‍ડ થયુ હતું. ખગ્રાસ ગ્રહણનો સમયગાળો ૧ કલાક ૨૪ મિનિટ ૫૩ સેકન્‍ડ, ખંડગ્રાસ સહિત ગ્રહણનો કુલ સમયગાળો ૩ કલાક ૨૭ મિનિટ ૧૬ સેકન્‍ડ રહ્યો હતો. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં જયારે અમેરિકા-આફ્રિકા યુરોપમાં આ અદ્ભૂત અવકાશી નજારો નીહાળવા ખગોળરસિકો - વૈજ્ઞાનિકોએ તૈયારી કરી હતી. ચંદ્રગ્રહણના ચંદ્ર લાલ રંગનો દેખાયેલ અને તેથી તેને બ્‍લડમૂન કહેવામાં આવે છે. નાસા દ્વારા ચંદ્રગ્રહણનું લાઇવ સ્‍ટ્રિમિંગ પણ કરવામાં આવ્‍યુ હતું.

(1:47 pm IST)